લગ્ન કરીને દુલ્હન દુલ્હાને લુંટીને ભાગી ગઈ, લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો

લખનઉમાં લગ્ન પહેલા લુંટેરી દુલ્હન લગ્ન થયા પહેલાના વરરાજાને લાખો રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગઈ હતી. આ યુવકના 16 ડિસેમ્બરે લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા યુવતીએ તેને લૂંટી લીધો હતો અને ભાગી ગઈ હતી. હકીકતમાં મનોજ અગ્રવાલ નામના યુવકની મેટ્રોમોનીઅલ વેબસાઇટ જીવન સાથી ડોટ કોમ દ્વારા એક યુવતીની સાથે પરિચય થયો, ત્યારબાદ મામલો લગ્ન સુધી પહોંચ્યો.

લખનઉના રહેવાસી મનોજ અગ્રવાલે લગ્ન માટે જીવન સાથી ડોટ કોમ પર તેની પ્રોફાઇલ બનાવી હતી. અને 15 ઓગસ્ટના રોજ તેને પ્રિયંકા સિંહ નામની યુવતીની રીક્વેસ્ટ મળી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. યુવતીએ મનોજને કહ્યું કે, તે બિહારની છે અને તેના માતાપિતાનું અવસાન થયું છે. તે તેની માસી સાથે રહે છે અને દિલ્હીમાં અભ્યાસ કરે છે.

મનોજના પરિવારના સભ્યો અને પ્રિયંકાનાં મામાએ વાટાઘાટો કરી તેમના સંબંધોને અંતિમ સ્વરૂપ આપ્યું. આ દરમિયાન મહિલાએ મનોજને એમ પણ કહ્યું હતું કે, તે આઈએએસ (યુપીએસસી) ની તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેની પસંદગી કરવામાં આવશે. મનોજના કહેવા પ્રમાણે, યુવતીએ તે જ બહાને પૈસા માંગવાનું ચાલુ કર્યું હતું. મનોજે જણાવ્યું કે, યુવતી 10 હજાર અને 20 હજાર રૂપિયા અને 50 હજાર રૂપિયા અભ્યાસ માટે માંગતી હતી, અને તે તેની પત્ની સમજીને આપી દેતો હતો. આ રીતે યુવકે મકાન બાંધવા માટે જમા કરેલ આશરે 6 લાખ રૂપિયા  યુવતીને આપ્યા હતા.

છેલ્લા 6 મહિનાથી આ બંનેની વ્હોટ્સએપ ચેટિંગ હતી અને બંનેને મળવાનું થતું હતું. દરમિયાન, લગ્નની તારીખ 16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ વાતથી તે યુવક ખૂબ જ ખુશ હતો અને તેણે તેના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે યુવતી મનોજને મળવા લખનઉ પહોંચી ત્યારે મનોજે તેની ફ્લાઇટનું ભાડુ પણ ચૂકવ્યું હતું. મનોજે તેને મોલમાં લગભગ 2 લાખ રૂપિયામાં ખરીદી કરી હતી.

આ પછી, આરોપી પ્રિયંકા સિંહ મનોજને છેલ્લી વાર હૈદરાબાદનું કહીને ભાગી ગઈ હતી. યુવતી ભાગી ગયા પછી તેનો જ નહીં પરંતુ તેની માસીનો ફોન પણ બંધ આવવા લાગ્યો. જ્યારે મનોજે પ્રિયંકા દ્વારા અપાયેલા આધારકાર્ડ, પાનકાર્ડ અને મતદાન કાર્ડની તપાસ કરી ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું.

જ્યારે પીડિત આરોપી પ્રિયંકા દ્વારા બિહાર અને દિલ્હીમાં આપવામાં આવેલા સરનામાંની તપાસ કરવા માટે ગયો હતો, ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. લગ્ન પહેલા જ પ્રિયંકાએ મનોજને લૂંટી લીધો હતો અને તે ભાગી ગઈ હતી. આ પછી પીડિત મનોજે યુવતી વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *