હાલમાં એક ખુબ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ દુલ્હનથી લગ્ન કરવા માટે 4 જેટલા વરરાજા પહોંચી ગયા હતાં. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ઠગાઈના આ મામલાનો ખુલાસો થયો હતો.
એક વ્યક્તિએ ગુરુવારનાં રોજ લગ્ન કરવા માટે ‘જન કલ્યાણ સમિતિ’ની ઓફિસમાં પહોંચ્યો ત્યારે તાળું જોઈને વરરાજાની સાથે આવેલ સંબંધીઓએ લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે, અહીં આ નામનું કોઈ રહેતું જ નથી.
એકસાથે 4 વરરાજાઓ સાથે ઠગાઈ :
ગડબડીની આશંકાની સાથે જયારે વરરાજા તેમજ તેના સગા-સબંધી પોલીસ સ્ટેશને પહોચ્યાં ત્યારે જાણ થઈ કે, ત્યાં પહેલાથી 3 વરરાજા છે એ જ છોકરીની સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ ખુલાસો થયો હતો કે, આ ચારેયની સાથે લગ્નના નામે ઠગાઈ થઇ છે. આ મામલે પોલીસે કહ્યું હતું કે, વરરાજાએ પોલીસ સ્ટેશને ધારા 420 અંતર્ગત કેસ નોંધાવ્યો હતો.
ત્રણેય આરોપીની થઈ ધરપકડ :
મોબાઈલ નંબરને આધારે આરોપીના સરનામુ કાઢીને ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં એક મહિલા તથા 2 પુરુષનો સમાવેશ થાય છે. છેતરપિંડી કરવાની આ રીત ખૂબ જ શાતિરના હતી. આ લોકો એવા જિલ્લાઓ જઈને પ્રચાર કરતા હતા કે, જ્યાં પુરુષોના લગ્નમાં ખુબ મુશ્કેલી પડે છે અથવા તો ભાગ્યે જ તેમને છોકરી મળે છે.
આવા જિલ્લામાં તેઓ પોતાનો મોબાઈલ નંબર આપીને જેના પર લોકો દુલ્હનના અભાવ તથા લગ્નમાં વિલંબને લીધે ફોન કરતા હતા.
ત્યારબાદ જ્યારે લોકો ગેંગના લોકો પાસે સંપર્ક કરતા હતા તો તેમને બોલાવીને ગેંગનો શખ્સ યુવતીને 200 થી 500 રૂપિયામાં લઈ આવતો હતો અને તે છોકરાની સાથે દુલ્હનના રૂપમાં પરિચય કરાવતો હતો. છોકરાઓએ છોકરી ગમી જાય ત્યારે તેમની પાસેથી 20,000 રૂપિયા લઈ લેતો હતો.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવેલ પીડિત વરરાજાઓ પાસે પણ ગેંગના લોકોએ 20,000 રૂપિયા વસૂલ્યા હતા. હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે, જેમાં તેમના જુના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી છે. આ ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.