આજકાલ લગ્ન પહેલા વર-કન્યાના પ્રી વેડિંગ (Pre Wedding) ફોટોશૂટ (Photoshoot)નો ઝ બ જ લોકપ્રિય થઈ ગયો છે. લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે દરેક વ્યક્તિ હજારો અને લાખો રૂપિયા ખર્ચે કરે છે. જયારે કેટલાક ફોટોશૂટ એવા હોય છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગે છે કે, આ ફોટોશૂટ કઈ રીતે કરવામાં આવ્યું હશે. જયારે આવા જ એક ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેને જોતા બધા જ લોકો ચોંકી રહા છે.
38 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વર-કન્યા ફોટોશૂટ માટે પોઝ આપી રહ્યા છે. પરંતુ, વરરાજાનો પોઝ તદ્દન અલગ જોવા મળી રહ્યો છે. તે પગને બદલે હાથ પર ઊભો જોવા મળે છે. જ્યારે દુલ્હન સતત તેના પોઝ બદલી જોવા મળી રહી છે.
Pre wedding shoots are getting tougher nowadays. Thank God, we got married before all this started! ??? #photographers #wedding pic.twitter.com/f4tAOqRrKH
— Ananth Rupanagudi (@Ananth_IRAS) March 9, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને @josephjohn2611 યુઝર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમજ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, પ્રી-વેડિંગ શૂટ કરવું ખુબ જ મુશ્કેલ છે, સારું થયું કે મારા પહેલા જ લગ્ન થઇ ગયા. આ ‘પ્રી વેડિંગ’ શૂટ જોવું ખૂબ જ મજેદાર હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.