દુલ્હનનો મેસેજ વાંચી લગ્ન મંડપમાં જ રડી પડ્યો દુલ્હો, જાણો એવું તો શું લખ્યું હતું?

ભારતીય લગ્નો ખૂબજ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી હોય છે. ભારતીય લગ્નમાં ઘણી ધાર્મિક વિધિઓ છે જ્યાં લોકો આનંદ અને મસ્તી કરે છે, પરંતુ કેટલીકવાર લગ્નમાં લોકોની આંખોમાં આંસુ આવી જતા હોય છે. કન્યા અને તેના પરિવારના લોકો ખાસ કરીને લગ્નમાં ભાવુક થતા હોય છે.

એવું પણ કહેવાય છે કે પુરૂષો કરતાં વધુ મહિલાઓ પોતાની લાગણીઓને સારી રીતે એક્સપ્લેન કરે છે, પુરૂષો તેમની લાગણીઓને છુપાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે. ત્યારે હવે સમય સાથે પુરુષોએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે, પછી ભલે તે લાગણી ખુશીની હોય કે દુઃખની. ત્યારે હાલ એવોજ એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં હૃદય સ્પર્શી ક્ષણ બતાવવામાં આવી છે. લગ્નના ફેરા લેતા પહેલા વરરાજા લગ્નના મંડપમાં રડતા જોઈ શકાય છે. આ વીડિયોમાં વરરાજા વોટ્સએપ પર એક મેસેજ વાંચતો જોઈ શકાય છે અને ત્યારે દુલ્હન તેની તરફ પ્રેમથી જોઈ રહી છે.

વરરાજાએ દુલ્હનનો હાથ પકડીને તેના ફોનમાં દુલ્હનને કરેલો મેસેજ વાંચતો જોવા મળે છે. મેસેજ વાંચતી વખતે વરરાજા ભાવુક થઈ જાય છે અને દુલ્હન તેને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ત્યારેજ પરિવારનો એક સભ્ય વરરાજાને આંસુ લૂછવા માટે ટીશ્યુ આપે છે.

ત્યારે જ મહેમાનો તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. વરરાજા રડતા હતા ત્યારે બેકગ્રાઉન્ડમાં કોઈએ તેને બ્રેક લેવા માટે પણ કહ્યું હતું. વીડિયોના અંતે, વરરાજા મેસેજ વાંચ્યા પછી કન્યાને ચુંબન કરે છે. આ વિડીયો ક્લિપ witty_wedding નામના એક પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વિડીયો ખુબજ વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયોને લગભગ એક લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ત્રણ હજારથી વધુ લાઈક્સ મળી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, “લોકો લગ્ન ભૂલી શકે છે પરંતુ યાદગાર સીન નથી ભૂલતા” ત્યારે બીજા યુઝરે લખ્યું કે, ભગવાને ના પાડી છે હિંદી બોલવાની?”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *