જાણો એવું તો શું થયું કે 1710 કરોડના ખર્ચે બની રહેલો પુલ બને તે પહેલા જ તૂટી પડ્યો?

બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)માં મોટા વાહનોની અવરજવર માટે જે પુલ બનાવવામાં આવી રહ્યો હતો તે બનતા પહેલા જ તૂટી પડ્યો હતો. લગભગ 1710 કરોડના ખર્ચે બનેલો આ…

બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)માં મોટા વાહનોની અવરજવર માટે જે પુલ બનાવવામાં આવી રહ્યો હતો તે બનતા પહેલા જ તૂટી પડ્યો હતો. લગભગ 1710 કરોડના ખર્ચે બનેલો આ પુલ શુક્રવારે હળવા તોફાન સામે ટકી શક્યો ન હતો અને તેનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. સદનસીબે સામાન્ય નાગરિકો અને મજૂરો આ અકસ્માતનો ભોગ બનતા બચી ગયા હતા. જોકે, સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ ભાગલપુરના સુલતાનગંજમાં 3.160 કિલોમીટરનો પુલ બની રહ્યો છે. આ પુલનું નિર્માણ કાર્ય 9 માર્ચ 2015ના રોજ શરૂ થયું હતું. તેનો ખાગરિયા બાજુથી 16 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ અને સુલતાનગંજ બાજુથી ચાર કિલોમીટર લાંબો એપ્રોચ રોડ નિર્માણાધીન છે. આ પુલના નિર્માણથી સામાન્ય જનતાને મોટી રાહત થશે. ખાગરિયાથી ભાગલપુર પહોંચવા માટે માત્ર 30 કિલોમીટરની મુસાફરી કરવી પડશે.

ભ્રષ્ટાચારનો આરોપ:
પુલનો એક ભાગ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા જેડીયુ ધારાસભ્ય લલિત નારાયણ મંડલે કહ્યું કે, પુલના નિર્માણ દરમિયાન ઘણો ભ્રષ્ટાચાર થયો છે. તેના નિર્માણમાં ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે પુલ નાના વાવાઝોડા અને વરસાદને પણ ટકી શક્યો ન હતો. આ મામલો સીએમ સમક્ષ મૂકવામાં આવ્યો છે, તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તેની તપાસ કરવામાં આવશે.

પુલના નબળા બાંધકામની તપાસની માંગ
આ પુલ અગુવાની અને સુલતાનગંજ ઘાટ (ભાગલપુર જિલ્લો) વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજના નિર્માણ કાર્યની તપાસની માંગ લોકોએ કરી છે. તેમનું કહેવું છે કે પ્રશાસને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને મામલાની તપાસ કરાવવી જોઈએ.

જાણો પુલ વિશે…
પુલની કુલ લંબાઈ 3160 મીટર છે. પુલનો પ્રકાર કેબલ આધારિત છે. બુદ્ધિશાળી ટ્રોફિક સિસ્ટમ તેની ખાસિયત છે.
એક્સેસ રોડની લંબાઈ – 25 કિમી, ડોલ્ફિન ઓબ્ઝર્વેટરી, પુલ પ્રદર્શન અને આરામ વિસ્તાર, લાઇટિંગ સિસ્ટમ, વાહન અન્ડરપાસ, રોટરી ટ્રાફિક, ટોલ પ્લાઝા અને ફોર લેન બ્રિજ જેમાં બે લેનના બે અલગ-અલગ બ્રિજ બનાવવામાં આવશે. ગંગાના મુખ્ય પ્રવાહમાં, થાંભલાઓને બદલે, એક કેબલ-સ્વિંગિંગ બ્રિજ હશે, જેના બે પિલરનું અંતર 125 મીટર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *