આજે સમગ્ર વિશ્વ ‘ફાધર્સ ડે’ ની ઉજવણી કરે છે. આજના યુવાનો અને યુવતીઓ સોસીયલ મીડિયામાં તેનો પોતાનો અને પપ્પાનો ફોટો અપલોડ કરે છે.અને ‘ફાધર્સ ડે’ની ઉજવણી કરે છે. પરંતુ આ લોકો જાણતા નહિ હોય કે ખરેખર ‘ફાધર્સ ડે’ની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તો ચાલો આપણે જાણીએ કે ‘ફાધર્સ ડે’ ખરેખર શું છે ?
‘ફાધર્સ ડે’ની ઊજવણીની શરૂઆત પશ્ચિમ વર્જિનિયાના ફેયરમોટમાં જૂન 1908માં કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1907માં પશ્ચિમ વર્જિનિયામાં મોનોગારમાં એક ખાણ ખોદતી વખતે બનેલી દુર્ઘટનામાં 210 જેટલા શ્રમિકો દટાઈને મૃત્યુ પામ્યાં હતા. આ તમામ મૃતકો પહેલી વાર પિતા બન્યા હતાં.
આવા હતભાગી મૃત પિતાઓની યાદમાં શ્રીમતી ગ્રેસ ગોલ્ડન ક્લે નામની મહિલાએ સૌપ્રથમ વાર ત્યાંના એક ચર્ચમાં ‘ફાધર્સ ડે’ની ઊજવણી કરી હતી. દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.