આજની ભારત-પાકિસ્તાનની મેચ માટે થશે સોશિયલ મીડિયામાં મોટી જંગ, જાણો મેચ રદ થશે તો…

ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનું વાતાવરણ મેદાન અને ટીવી જાહેરાતોથી લઈને સોશિયલ મીડિયા સુધી છે. હેશટેગ એનાલિટિક્સ રાઈટ ટેગ મુજબ મેચના એક દિવસ પહેલાં શનિવારે ટ્વિટર પર…

ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનું વાતાવરણ મેદાન અને ટીવી જાહેરાતોથી લઈને સોશિયલ મીડિયા સુધી છે. હેશટેગ એનાલિટિક્સ રાઈટ ટેગ મુજબ મેચના એક દિવસ પહેલાં શનિવારે ટ્વિટર પર દર મિનિટે લગભગ 12 નવી ટ્વિટ પોસ્ટ કરાઈ રહી હતી. એટલે કે દર ક્લાકે અંદાજે 720 નવી ટ્વિટ્સ. તેમાં #IndVsPak, #IndVpak અને #IndiaVsPakistan જેવા હેશટેગ્સ સાથે કરાયેલા ટ્વિટ્સ સામેલ છે.

અહીં શનિવારે વર્લ્ડ કપમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની મેચ હતી. તેની સાથે સંકળાયેલા માત્ર 21 ટ્વિટ દર ક્લાકે થઈ. એટલે કે ભારત-પાકિસ્તાનથી 88% ઓછી. વર્લ્ડ કપમાં સૌથી વધુ ટ્વિટ #CWC19 સાથે કરાઈ રહી છે. છેલ્લા 24 ક્લાકમાં તેની સાથે દર ક્લાકે અંદાજે 840 ટ્વિટ કરાઈ.

ભારતને પાકના અબ્બુ બતાવનારી એડ પર 37 લાખથી વધુ વ્યૂઝ

બીજી બાજુ ભારત-પાકિસ્તાનની મેચ સંબંધિત જાહેરાતોની પણ ઘણી ચર્ચા છે. ભારતમાં વર્લ્ડ કપના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સપ્તાહ પહેલાં ભારત-પાક. મેચની જાહેરાત શરૂ કરી હતી, જેમાં ભારતને પાકિસ્તાનના અબ્બા દર્શાવાયું છે. આ જાહેરાત માત્ર યુટ્યૂબ પર અત્યાર સુધીમાં 37 લાખથી વધુ વખત જોવાઈ ચૂકી છે. આ 6 ભાષાઓમાં અપલોડ કરાઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે એક મિનિટવાળી એક અન્ય જાહેરાતને 30 દિવસમાં 30 લાખ વખત જોવામાં આવી. જ્યારે ભારત-પાક. જાહેરાતે આ આંકડો પાંચ દિવસમાં જ પાર કરી લીધો. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચની જાહેરાતને એક સપ્તાહમાં 11 લાખ વ્યૂઝ મળ્યા. બીજી બાજુ પાકિસ્તાનમાં પણ ભારત-પાક. મેચ અંગે એક જાહેરાત બનાવાઈ, જેને વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવનારી એડ ગણાવાઈ રહી છે. તેને ત્યાંની જૈજ ટીવી ચેનલે બનાવી છે, જેનું યુટ્યૂબ પર કોઈ પેજ નથી.

મેચ માટે મોસમ સર્ચ કરનારા 10 ગણા વધ્યા

મેચમાં વરસાદની આશંકાને જોતા લોકો ગૂગલ પર માન્ચેસ્ટરના મોસમનો રિપોર્ટ સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ દુનિયામાં છેલ્લા એક સપ્તાહમાં આ સર્ચ 10 ગણી વધી છે. આ સર્ચ ભારતથી વધુ પાકિસ્તાનમાં થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *