BJP નેતાના પુત્રના કાર કાફલાએ સર્જ્યો અકસ્માત: 3 લોકોને કચડાતાં, બે ના મોત

Brij Bhushan Sharan Singh: ઉત્તર પ્રદેશના ગોંડામાં બ્રિજભૂષણ શરણ સિંહના પુત્ર અને બીજેપી ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં મોટો  અકસ્માત થયો છે. કરણ ભૂષણના કાફલાની એક કાર ત્રણ લોકો પર ચડી ગઈ હતી, જેમાંથી બે બાળકોના મોત થયા. આ ઘટના કર્નલગંજ કોતવાલીના ચિતાઈ(Brij Bhushan Sharan Singh) પૂર્વામાં બની હતી. ત્રીજા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માત કાફલામાં સામેલ ફોર્ચ્યુનર કારને પણ ભારે નુકસાન થયું હતું. તે જ સમયે, કારની એરબેગ્સ ખુલી. કાફલામાં રહેલા તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટનાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. રોષે ભરાયેલા લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્રનો ઘેરાવ કર્યો હતો. ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. અકસ્માતના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક યુવકના પરિવારજનો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.

કાફલાનું વાહન નિયંત્રણ બહાર ગયું હતું
આ ભયાનક અકસ્માત કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના હુઝુરપુર-બહરાઈચ રેલવે ક્રોસિંગ પાસે થયો હતો. બુધવારે સવારે, કૈસરગંજ લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અને વર્તમાન ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના કાફલામાં સામેલ ફોર્ચ્યુનર વાહનને પોલીસ એસ્કોર્ટ કરી રહી હતી, જે નિયંત્રણ બહાર ગઈ હતી. એક ઝડપી કારે બાઇકને ટક્કર મારી હતી. બાઇક પર બે યુવકો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર બંને યુવકો કેટલાય મીટર દૂર પટકાયા હતા. બે રાહદારીઓને પણ વાહને ટક્કર મારી હતી.

જેમાં બાઇક સવાર બે યુવાનોના મોત થયા હતા
અથડામણ બાદ વાહનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકો ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોને સ્થાનિક સીએચસીમાં દાખલ કર્યા હતા. જ્યાં ડોક્ટરોએ બાઇક સવાર રેહાન ખાન અને શહેઝાદ ખાનને મૃત જાહેર કર્યા હતા. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ સીતા દેવીને રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સીએચસી ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ સીએચસીનો ઘેરાવ કર્યો હતો. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

મૃતકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
અકસ્માતનો ભોગ બનેલા મૃતક રેહાન ખાનની માતા ચાંદાબેગમે કર્નલગંજ કોતવાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસને જણાવ્યું કે તેનો ભત્રીજો શહેઝાદ રેહાન માટે દવા લેવા બાઇક પર જઈ રહ્યો હતો. રસ્તામાં છતાઈ પૂર્વ બસ સ્ટોપ પહેલા સામેથી આવી રહેલ એક ફોર્ચ્યુનર વાહન UP 32 HW 1800 એ બેદરકારીપૂર્વક પૂરપાટ ઝડપે આવીને તેની જમણી બાજુ આવીને બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રેહાન અને શહેઝાદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.