રક્ષાબંધન પહેલાં જ ૧૫ વર્ષીય બહેન અને ૩ વર્ષીય ભાઈની જિંદગીનો આવ્યો કરુણ અંત- સમગ્ર ઘટના જાણીને…

માર્ગ અકસ્માતની સંખ્યાઓમાં સમગ્ર રાજ્યમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરરોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ રાજ્યમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. હજુ ગઇકાલે જ અમરેલીના બાઢડા નજીક ભયંકર માર્ગ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરની એક ભૂલને કારણે એકસાથે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આવા સમયે હાલમાં વધુ એક ગોજારી ઘટના પોરબંદર પાસેના દેગામ ગામ નજીકથી સામે આવી રહી છે કે, જેમાં દેગામ પાસે ચામુંડા માતાના મંદિર નજીક એક બાળકી પોતાના પિતરાઇ ભાઇને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા માટે લઇને જતી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારીને બંન્ને ભાઇ બહેનનો જીવ લીધો છે.

14 વર્ષની બહેન તથા ૩ વર્ષીય ભાઇનું મોત:
મળી રહેલ જાણકારી પ્રમાણે, પોરબદર-જામનગર રોડ પર દેગામ પાસે ચામુંડા માતાના મંદિર નજીક સવારમાં આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષીય બાળકી પોતાના ૩ વર્ષીય પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જઈ રહી ત્યારે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ ઇનોવા કાર (નં. GJ-01-HS-0188)એ અડફેટે લેતા ઘટનાસ્થળપર જ બંને બાળકોના મોત થયા હત.

કાર ચાલક થયો ફરાર:
આ ગોજારી ઘટના બનતાની સાથે જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા તેમજ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને બંનેના મૃતહેદનું પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કાર પુરઝડપે આવી રહેલ કારે બન્ને બાળકોને અડફેટે લઈ કાર એક ખેતરની દીવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જો કે, કાર ચાલક ભાગી છૂટ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *