22 એપ્રિલે દિલ્હી (Delhi)ને અડીને આવેલા યુપી (UP)ના ગાઝિયાબાદ (Ghaziabad)માં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસ યુવકની ઓળખ અને ઘટનાનું કારણ જાણવામાં વ્યસ્ત હતી, મંગળવારે પોલીસે આ કેસનો ખુલાસો કર્યો હતો. મિલકતના વિવાદમાં આ હત્યા(Murder) કરવામાં આવી હતી અને હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો ભાઈ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મોટા ભાઈએ પ્રોપર્ટીના વિવાદને કારણે નાના ભાઈની હત્યા કરી હતી. 22 એપ્રિલે જે મૃતદેહ મળ્યો હતો તેની ઓળખ અંકુરપાલ તરીકે થઈ હતી. તેની હત્યા મોટા ભાઈ તેજપાલે કરી હતી. મોટરસાયકલ અને સ્કૂટરને પંચર કરવા માટે ઉપયોગમાં લેવાતા લોખંડના તીક્ષ્ણ સાધન વડે અંકુરપાલની હત્યા કરવામાં આવી હતી. ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસે મંગળવારે આરોપી તેજપાલની ધરપકડ કરી હતી, ત્યારબાદ 22 એપ્રિલના રોજ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
મળતી માહિતી અનુસાર, અંકુરપાલ વિજય નગરનો રહેવાસી હતો અને તેનો તેના ભાઈ તેજપાલ સાથે પૈતૃક મકાન અને જમીનની વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તેજપાલે મિલકતનો ઈજારો મેળવવા માટે ભાઈ અંકુરપાલની હત્યા કરી હતી. પોલીસે આ હત્યા વિશે જણાવ્યું કે, તેજપાલ કોઈ બહાને અંકુરને બાઇક પર બેસાડી ઈન્દિરાપુરમ કાનવાણીના જંગલમાં લઈ ગયો અને ત્યાં પંચર બનાવવા માટે વપરાતા લોખંડના સાધન વડે તેની હત્યા કરી નાખી.
પોલીસે સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આ હત્યાકાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે તેજપાલ પાસેથી હત્યામાં વપરાયેલ લોખંડનું સાધન અને મોટરસાઈકલ પણ કબજે કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.