રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ અકસ્માતના બનાવો દરમીયાન ફરીવાર એક અકસ્માત(Accident)ની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં આજે વસંતપંચમીનો શુભ દિવસે રાજકોટ(Rajkot)માં બે ગમખ્વાર અકસ્માતે વસંતપંચમીએ જ બે યુવકને કાળ ભરખી જતાં બંનેના પરિવારમાં આજનો દિવસ અશુભ બન્યો છે.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે રાજકોટ-શાપર હાઇવે પર જૂનાગઢના અરવિંદ પેથાભાઈ ડાંગર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી, જેમાં અરવિંદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અરવિંદ શિક્ષક હતો અને ચાર બહેનનો એકનો એક ભાઈ હતો. જ્યારે ગઈ કાલે મોડી રાત્રે રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસે ટ્રકે યુવકને કચડી નાખ્યો હતો.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ડાંગર આજે સવારે રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢ જઈ રહ્યા હતા. અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. કારને ભારે નુકસાન થયું હતું અને અરવિંદ કારની નીચે દબાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ, અરવિંદને મૃત જાહેર કરતાં પોલીસ દ્વારા લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સંબંધીઓનો સંપર્ક કરતાં પરિવાર જૂનાગઢથી રાજકોટ જવા રવાના થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.