બહેન ‘રક્ષા’ બાંધે એ પહેલા જ ભાઈને મળ્યું ધ્રુજાવી દેતું મોત- બહેને કઠણ કાળજે અર્થી પર સુતા ભાઈના હાથે બાંધી રાખડી

દરરોજ લાખો લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવો જ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે સવારે એક રોડ કન્સ્ટ્રક્શન કંપની(Road Construction Company)માં કામ કરતા યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જેમાં ટેન્કર(Tanker)ને ઓવરટેક કર્યા બાદ સામેથી વાહન આવ્યું હતું. બચવા માટે યુવકે બ્રેક લગાવી હતી અને પાછળથી આવતા ટેન્કરે તેની બાઈક(Bike)ને ટક્કર મારી હતી. આ દરમિયાન ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.  પરિવારે જણાવ્યું કે રક્ષાબંધન પર તેણે તેની બહેનને ભેટ(gift) આપવાની હતી. આથી તે ગીફ્ટ લેવા નીકળ્યો હતો. જાણવા મળ્યું છે કે, બહેનને ભણાવવા માટે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો.

ટીઆઈ આર.ડી.કાનવાના જણાવ્યા મુજબ, બાઇક સવાર વિશાલને લોટસ વેલી ટાઉનશીપની સામે અબિકા ટ્રાન્સપોર્ટના ટેન્કરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિશાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિશાલ ખેડી ગામનો રહેવાસી હતો. પરિવારની માહિતી પરથી જાણવા મળ્યું કે, સવારે વિશાલ તેની નાની બહેન વૈશાલી માટે રક્ષાબંધનની ભેટ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બપોરે તેનો મૃતદેહ ઘરે પહોંચ્યો હતો. અર્થી પર રાખડી બાંધીને બહેને ભાઈને વિદાય આપી હતી.

બહેન માટે અભ્યાસ છોડી દીધો હતો:
વિશાલના પિતા નાની-મોટી નોકરી કરે છે. બહેન વૈશાલી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. પરિવારે જણાવ્યું કે પરિવારનો ખર્ચ ચલાવવાની સાથે બહેનના ભણતરને લઈને પણ ઘણી સમસ્યાઓ હતી. જેના કારણે વિશાલે આઠમા ધોરણમાં અભ્યાસ છોડવો પડ્યો હતો. જેથી તેની બહેન અભ્યાસ કરી શકે. વિશાલ તેની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. પરિવાર પ્રમાણે બહેનની જરૂરિયાતો પૂરી કરવા તે હંમેશા તૈયાર રહેતો હતો. તેણે નાની ઉંમરમાં જ તેના માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *