24 કલાકમાં સરકારી બસે બીજો અકસ્માત સર્જ્યો, હવે BRTS બસે બે સગા ભાઈઓને કચડી માર્યાં

અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થતા છે. રાહદારીઓ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી.…

અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થતા છે. રાહદારીઓ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી.

બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ છે અને તપાસ હાથ ધરી છે. BRST બસે બાઇક ચાલકને અડફેટે લીધા છે. બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. પાંજરાપોળ પાસે આ અકસ્માત સર્જાયો છે.

જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી રોડ પર પડી રહ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વિલંબ કર્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. અકસ્માત સમયે બંને ભાઈઓના મોબાઈલ સ્ક્રિન લોક હતા જેના પગલે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં હાજર લોકોને મુશ્કેલી પડી હતી.

બંને ભાઈઓ નોકરીએ જવા નીકળ્યા હતા:

ગુજરાત યુનિવર્સિટી સાઈડથી આવી રહેલા બે સગા ભાઈ નયનભાઈ રામ અને જયેશભાઈ રામનું પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ ઉપર જ મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાના સાક્ષીઓને જણાવ્યા અનુસાર, બંને ભાઈઓ આઇઆઇએમ રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં જોબ કરતા હતા. બંને આઇઆઇએમ સ્થિત બ્રાન્ચ તરફથી પાંજરાપોળ બાજુ ટર્ન મારી રહ્યાં હતા. તે જ સમયે યુનિવર્સિટી તરફથી પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસે બંને ભાઈઓના બાઈકને આગળના વ્હિલમાં કચડી નાંખ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા 25થી વધારે બીઆરટીએસને પાંજરાપોળથી નહેરૂનગરની વચ્ચે રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક બીઆરટીએસ બસને પથ્થરમારીને નુકસાન પણ પહોચાડવામાં આવ્યું હતું.

બીઆરટીએસનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો:

બંને ભાઈઓ પોતાની બાઈક પર સવાર થઈને પાંજરાપોળ વિસ્તારમાંથી જઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસના ડ્રાઈવરે બ્રેક મારવાની તસ્દી લીધી ન હતી. જેથી બંને ભાઈઓ બસની નીચે કચડાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બીઆરટીએસની સ્પીડ 70થી વધુ હતી, તેમજ સિગ્નલ બંધ હોવા છતાં બસના ડ્રાઈવરે ગાડી હંકારી હતી. તો બીજી તરફ, સ્થાનિક લોકોમાં અકસ્માત બાદ રોષ જોવા મળ્યો હતો, લોકોએ બસની તોડફોડ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. તો બીજી તરફ, બંને યુવકોના પરિવારે સ્થાનિક સ્થળ પર આવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો ઘટના બાદ પોલીસે કહ્યું હતું કે, સીસીટીવી ચેક કર્યા બાદ અમે તપાસ કરીશું.

બસ મૂકીને ચાલક ફરાર:

સ્થાનિકો દ્વારા બસને સળગાવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો. ઘટનાને પગલે અકસ્માત સર્જનાર બીઆરટીએસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી બસ મુકીને ફરાર થઇ ગયો હતો. બસમાંથી નાસી છૂટ્યો હતો. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પાછળ બેસેલા વ્યક્તિને 20 મિનિટ સુધી 108 દ્વારા લાઈફ સેવિંગ ટ્રિટમેન્ટ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પિતાએ કહ્યું, મારું બધુ જ લૂંટાઈ ગયું:

રામ પરિવારને ખબર ન હતી કે, તેઓને એક જ દિવસમાં પરિવારના બે કુળદીપક એકસાથે ગુમાવવા પડશે. ઘટના બાદ નયનભાઈના પત્ની અને બંને યુવકોની માતાનું આક્રંદ જોઈને કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખો પરિવાર ગમગીની બની ગયો હતો. બંને યુવકોના પિતા હીરાભાઈ રામ તો કંઈ સમજી શકે તેવી સ્થિતિમા જ ન હતા. માત્ર એટલું જ બોલી શક્યા કે, મારું બધુ જ લૂંટાઈ ગયું છે.

સુરતમાં ત્રણના મોતના બીજા દિવસે પણ સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો:

ઉધના દક્ષેશ્વર મંદિર સામે બીઆરટીએસ રૂટમાં બાઈક ચાલકને સિટી બસે અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં  ખસેડાયા હતા. જોકે, અકસ્માતના પગલે રોષે ભરાયેલા લોકોએ સિટી બસના ડ્રાઈવરને બસમાંથી બહાર કાઢી માર માર્યો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પરિસ્થિતી પર કાબુ મેળવી લીધો છે.

સુરતમાં ગઈકાલે સિટી બસે 3નો ભોગ લીધો હતો:

ગઈકાલે સુરતના ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. પરિવારજનો ત્રણેયના મૃતદેહોને હજુ સુધી સ્વિકારવા તૈયાર નથી. વળતરની માંગ સાથે સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ નોંધાવી રહ્યા છે. નવાગામ- ડિંડોલીને જોડતા સાંકડા રેલવે ફ્લાય ઓવર બ્રિજ પર ઉધનાથી ડિંડોલી તરફ યમદૂત બનીને આવેલા સિટી બસના ડ્રાઇવરે ઓવર ટેકની લ્હાયમાં સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઇક પર બેસેલાં ત્રણ બાળક અને યુવક ફંગોળાયા હતા. જેમાં પિતા યશવંત પોનીકર, પુત્ર ભાવેશ અને ભત્રીજો ભુપેન્દ્રના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ બનાવમાં એક જ પરિવારની 3 માતાએ પોતાના વ્હાલસોયા પુત્રો ગુમાવ્યા હતા. જ્યારે એક બાળક સહિત બે ઇજાગ્રસ્ત છે. બનાવ બાદ બસ ચાલક 3 કિમી દૂરબસ મૂકીને નાસી ગયો હતો. બપોર બાદ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ બાબતે મૃતક યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *