સુરતમાં 13 વર્ષની દીકરીનો દેહ ચૂંથતો રહ્યો કળિયુગી પિતા- જાણો કેવી રીતે વાત આવી બહાર

સુરતના સલાબતપુરા વિસ્તારમાં સાવકા પિતાએ જ પોતાની ૧૩ વર્ષીય પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે.  ઘરેથી ભાગી ગયેલી કિશોરીને પોલીસે…

સુરતના સલાબતપુરા વિસ્તારમાં સાવકા પિતાએ જ પોતાની ૧૩ વર્ષીય પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે.  ઘરેથી ભાગી ગયેલી કિશોરીને પોલીસે પકડી પાડી પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જ્યાં સાવકા પિતાની પાપલીલાનો ભાંડો ફૂટી જતાં પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. સાથે જ પીડિત કિશોરીનું સુરતની હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં રહેતી 13 વર્ષીય કિશોરી ઘરેથી ભાગી છૂટી હતી. જે બાદ પરિવારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કિશોરીની શોધખોળ આરંભી હતી, દરમિયાન સલાબતપુરા પોલીસે કિશોરીને પકડી પાડી પુછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

પોલીસે કિશોરીની કરેલી ઉંડાણપૂર્વકની પૂછપરછ માં બહાર આવ્યું હતું કે સાવકા પિતા વસીમ કાસીમ શેખ દ્વારા તેણીની સાથે અવારંનવાર બદકામ કરવમાં આવતું હતું.એટલુ જ નહીં જો આ બાબતની જાણ માતા અથવા કોઈને કરી છે તે ધમકી પણ આપવામા આવી હતી.જેથી સાવકા પિતાના માનસિક ત્રાસ અને દુષ્કર્મ નો ભોગ બનેલી પીડિત કિશોરીએ નાછૂટકે ભાગવું પડ્યું હોવાની સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી.જ્યાં સાવકા પિતાના પાપ નો  ભાંડો ફૂટી જતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી.જ્યારે પીડિત કિશોરીનું સુરતની સ્મીમેર હોસ્પિટલ માં મેડિકલ પરીક્ષણ કરાવી આગળની તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *