ચીન દેશમાંથી ઉદ્ભવેલા COVID-19 વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેવા સમયમાં ચીન દેશમાં વધુ એક ચેપી બીમારી ફેલાઇ રહી છે. ચીન દેશમાં હાલ બ્રુસેલોસિસ નામની બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. ચીન દેશનાં ઘણા રાજ્યોમાં હજારો લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા અંગેના સમાચાર મળી રહ્યા છે. આ બીમારી બ્રુસેલોસિસ નામનાં બેક્ટેરિયાનાં લીધે ફેલાઈ રહી છે.
ચીની અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ બીમારીનો પહેલો કેસ ગયા વર્ષે જુલાઇમાં એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાં લીકેજ પછી બહાર આવ્યો હતો. ગત માસે ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોનાં સ્વાસ્થ્ય આયોગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ સુધીમાં 3245 જેટલા લોકોને આ બેક્ટેરિયાનો ચેપ લાગ્યો છે.
હાલનાં દિવસોમાં ચીન દેશનાં ગાંસુ, શાક્સની તેમજ ઇનર મંગોલિયામાં આ બ્રુસેલોસિસ બીમારીનાં ઘણા કેસો બહાર આવ્યા છે. વિશેષજ્ઞોનાં જણાવ્યા અનુસાર આ બીમારી આવનારા ઘણા મહિના કે બાદ ઘણા વર્ષો સુધી પણ રહી શકે છે. આ બીમારીનાં દર્દીને સતત પરસેવો વળે છે તેમજ તેની સાથે સાંધા તેમજ શરીરમાં દુખાવો પણ થાય છે. સપ્ટેમ્બર માસમાં ચીની મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ચીન દેશનાં એક હોસ્પિટલમાં 5 બાળકોને પણ આ બીમારીનો ચેપ લાગ્યો છે.
બ્રુસેલોસિસ એક એવો રોગ છે જે કૂતરાઓ તેમજ પશુઓમાં જોવા મળે છે. જો માણસો તેનાં સીધા સંપર્કમાં આવે તો તેમને પણ આ રોગનો ચેપ લાગે છે. જે લોકોને બીમારીનો ચેપ લાગ્યો હોય એવાં લોકોને ઠંડી સાથે તાવ પણ આવે છે. ઉપરાંત થાક તેમજ અશક્તિ પણ લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle