હૈદરાબાદ(Hyderabad)માં ઓનર કિલિંગ(Honor killing)નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા બદલ એક હિન્દુ છોકરાની હત્યા કરવામાં આવી હતી. એલબી નગરના એસીપી શ્રીધર રેડ્ડીએ જણાવ્યું કે, બે શખ્સોએ જીએચએમસી કાર્યાલયમાં એક વ્યક્તિની હત્યા કરી. યુવકના તાજેતરમાં લગ્ન થયા છે.
પતિ-પત્ની બંને જુદા જુદા સમુદાયના છે. યુવક તેની પત્ની સાથે બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન પત્નીના ભાઈઓએ તેને માર માર્યો અને પછી સળિયા વડે હુમલો કરતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હૈદરાબાદમાં ઓનર કિલિંગની આ ઘટનામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે હત્યા કર્યા બાદ પણ આરોપી તેના પર સળિયાઓ વરસાવી રહ્યો છે. મહિલા તેનો બચાવ કરતી જોવા મળે છે પરંતુ આરોપી અટકતો નથી. જોકે, પાછળથી ટોળાએ તેના પર હુમલો કર્યો.
કોલેજના મિત્રો હતા:
મળતી માહિતી મુજબ, સૈયદ અશરીન સુલતાના અને બિલાપુરમ નાગરાજુ કોલેજ મેટ હતા ત્યારથી જ રિલેશનશિપમાં હતા. બાદમાં તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જાન્યુઆરી 2022 માં, સૈયદ અશરીન સુલતાનાએ હિન્દુ ધર્મ અપનાવ્યો અને તેનું નામ બદલીને પલ્લવી રાખ્યું અને તે જ મહિનામાં નાગરાજુ સાથે લગ્ન કર્યા.
બે આરોપીઓની ઓળખ:
પોલીસે જણાવ્યું કે, બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. IPCની સંબંધિત કલમો અને વિશેષ ટીમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.