અંબાજી(ગુજરાત): આજકાલ વધુઈ રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવારેક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિર(Ambaji Temple)ની સામેના કોમ્પલેક્સ(Complex)માં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ અંબાજી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અંબાજી પોલીસને ગબ્બર નજીક સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને અંબાજી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. પોલીસ દ્વારા લાશનો કબજો મેળવીને ઓળખ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક રેસ્ટોરન્ટના માલિક વિનય રાવલ હોવાનું સામે આવ્યું હતું.
લાશની ઓળખ થયા બાદ અંબાજી પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અંબાજી ખાતે બ્રિજેશ રાવલ અને વિનય રાવલ બંને ભાઈ બીજા ભાગીદારો સાથે રેસ્ટોરન્ટ ચલાવે છે. મૃતક વિનય રાવલ સામાજિક કાર્યોમાં ઘણો આગળ પડતો હતો.
જોકે, ક્યા કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થતાં અંબાજી માતા મંદિરમાં આસો સુદ-1 ગુરુવારથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.