પરિણીત પ્રેમિકાએ તેના પ્રેમીની હત્યા કરવા પતિ સાથે મળીને એવું કારસ્તાન રચ્યું કે…. પોલીસ પણ ચોકી ઉઠી  

દાહોદ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યા(Murder)ના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દાહોદના ઝાલોદ(Zhalod of Dahod)ના લીલવા ઠાકોર(Lilva Thakor) ખાતે અવૈધ સંબંધમાં…

દાહોદ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યા(Murder)ના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દાહોદના ઝાલોદ(Zhalod of Dahod)ના લીલવા ઠાકોર(Lilva Thakor) ખાતે અવૈધ સંબંધમાં ખૂની ખેલનું ષડયંત્ર સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુમ વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાતા ચોંકવાનારૂ રહસ્ય સામે આવ્યું છે. જેમાં પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી તેના પતિ સાથે મળી હોમગાર્ડ જવાન(Homeguard young man) પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે લીમડી પોલીસ(limda Police) દ્વારા હત્યાનો ભેદ ઉકેલી આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, અગાઉ લીમડી પોલીસ મથકમાં ફરજ બજાવતા સુનિલ ઉર્ફે સાધુ પરમાર ગઈ 30 ઓગષ્ટના રાત્રિના સમયે ઘરેથી ભજનમાં જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં 1 સપ્ટેમ્બરના રોજ ઝાલોદ તાલુકાનાં લીલવા ઠાકોર ખાતે સુનિલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતાં શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝિકેલા નિશાન પણ હતા. તે જોતાં હત્યા થઈ હોવાની શંકા જાગી હતી.

લીમડી પોલીસ દ્વારા મૃતકના ભાઈની ફરિયાદના આધારે આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોલ ડિટેઇલના આધારે છેલ્લે સુધી સંપર્કમાં રહેલ મૃતકની પ્રેમિકા વનિતા કુમેન્દ્ર નિનામાની અટકાયત કરી પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મૃતક અને વનિતાને કેટલાય સબંધથી પ્રેમ સબંધ હતા અને આ પ્રેમસબંધની જાણ વનિતાના પતિ કુમેન્દ્રને થઈ જતાં અનેકવાર બંને વચ્ચે તકરાર પણ થઇ હતી.

પત્નીના આડા સબંધને લઈને કુમેન્દ્રના મનમાં ખુન્નસ ભરાયું હતું. જેથી પ્રેમીની હત્યાનો તખ્તો તૈયાર કરી વનિતા પાસે જ પ્રેમી સુનિલને ફોન કરાવી મળવા બોલાવ્યો હતો. 30 સપ્ટેમ્બરે રાત્રિના સમયે લીલવા ઠાકોર ખાતે મળવા બોલાવી પ્રેમિકા એકલી રસ્તા ઊભી રહી અને તેનો પતિ તીક્ષ્ણ હથિયાર લઈ નજીકની ઝાડીમાં છુપાઈ ગયો હતો. આ સમયે સુનિલ ત્યાં આવતા જ વનિતાએ વાતોની શરૂઆત કરી અને તે સમયે તેના પતિએ આવી જઇ સુનિલને ફેંટ પકડી નીચે પાડી દીધો અને શરીર પર ઉપરા ઉપરી 44 જેટલા પાળીયા(તીક્ષ્ણ હથિયાર)ના ઘા ઝીકિ હત્યા કરી નાખી હતી. અને મૃતદેહને નજીકના ખેતરમાં નાખી દઈ દંપતી ફરાર થઈ ગયું હતું. લીમડી પોલીસ દ્વારા કોલ ડીટેલના આધારે પગેરું મેળવી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *