માંગરોળ(જુનાગઢ): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન આજે ફરીવાર જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, માંગરોળના ઢેલાણા ગમે 45 વર્ષીય એક પરિણીતાની ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. નાનકડાં એવા ગામમાં ઘરમાં જ મહિલાની હત્યા થઈ જતા હોબાળો મચી જવા પામ્યો છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ઢેલાણા નામનું એક ગામ આવેલું છે. અહીંયા આજે સોંલકી પરિવારની પરિણીતા ભારતી બહેનની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને તેની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ કમકમાટી ભર્યા ખૂની ખેલના કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો હતો.
બનાવની જાણ થતા માંગરોળ પી.એસ.આઈ વી.યુ. સોલંકી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય કેન્દ્ર પર પણ લોકોના ટોળો ઉમટ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, મહિલાનો પતિ નરેન્દ્રભાઈ કોઈ કામ માટે માંગરોળ ગયો હતો ત્યારે તેના જ ઘરમાં આ ઘાતકી હત્યા નીપજાવી હતી.
મહિલાની ઉંમર 45 વર્ષ હોવાનું સામે આવ્યું છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ ઘાતકી હત્યાકાંડના પગલે દીકરા અને દીકરીએ માતાનો ખોળો ગુમાવી દીધો છે. આ પ્રકરણમાં કોણે અને શા માટે આ હત્યા નીપજાવી તેનું રહસ્ય ઉકેલાયું છે. જોકે, પોલીસ ટૂંક સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખે તેવી શક્યતા છે ત્યારે એક હસતાં રમતાં પરિવારનો માળો ખૂની ખેલથી વિખેરાઈ ગયો છે.
મહિલાની હત્યા અંગે પોલીસ દ્વારા શકમંદ કારણના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે મહિલાનું માંગરોળમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. સમગ્ર માંગરોળમાં આ હત્યાકાંડે ચકચાર જગાવી દીધી છે આ દરમિયાન હવે વધુ વિગતો તપાસ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.