અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે, સીમા સુરક્ષા બળ (BSF) ને જમ્મુ (Jammu) માં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ વાડ (India-Pakistan international border fence) હેઠળ એક સુરંગ (tunnel) મળી છે. તેમણે કહ્યું કે, આવી અન્ય છુપાયેલી સરંચનાઓ ની શોધ માટે ફોર્સે આ વિસ્તારમાં એક મોટું સર્ચ ઓપરેશન (major search operation) શરૂ કર્યું છે. આવી સરંચનાઓ ઘુસણખોરીમાં (infiltration) મદદ કરે છે. તેમણે કહ્યું, “આની સાથે, જે માળખું શોધી કાઢવામાં આવ્યું છે તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.”
તેમણે કહ્યું, “બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના (BSF Director General Rakesh Asthana) એ તેમના સીમાના કમાન્ડરોને (frontier commanders) સૂચના આપી છે કે, ઘૂસણખોરી વિરોધી ગ્રીડ (anti-infiltration grid) અકબંધ છે અને આ મોરચે કોઈ ઢીલ નથી. જમ્મુના સામ્બા સેક્ટરમાં (Samba sector of Jammu) ગુરુવારે બીએસએફ પેટ્રોલિંગ (BSF patrol) દરમ્યાન ભારતીય સરહદ તરફ સરહદની વાડથી લગભગ 50 મીટર દૂર સુરંગ મળી આવી હતી.
A tunnel has been found in Samba, Jammu and Kashmir by Border Security Force (BSF).
The tunnel starts in Pakistan along the border and ends in Samba, according to Jammu BSF IG NS Jamwal. pic.twitter.com/qJJIH2atYd
— ANI (@ANI) August 29, 2020
આ સુરંગના મોં પર 8-10 પ્લાસ્ટિકની સેન્ડબેગ હતી, જેના પર લખ્યું છે ‘કરાચી અને શાકરગઢ’
અધિકારીઓએ કહ્યું, “અધિકારીઓએ બાદમાં આ સુરંગની તપાસ કરી અને તેના મોં પર પાકિસ્તાની હોવાના સંકેતો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુરંગના મો પછી તે આશરે 25 ફૂટ ઊંડા છે અને બોર્ડર ફોર્સે આઇબી સાથે આ વિસ્તારમાં એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી અન્ય કોઈ ગુપ્ત રચના પણ શોધી શકાય. ઘુસણખોરોને પાકિસ્તાનથી સરહદ પાર કરવામાં મદદ કરે છે. તેઓ આતંકવાદીઓ, હથિયાર અને માદક દ્રવ્યોની દાણચોરી કરવામાં પણ મદદ કરે છે.
Jammu & Kashmir: Security forces deployed at the site where a tunnel has been found in Samba by Border Security Force (BSF).
The tunnel starts in Pakistan along the border and ends in Samba, according to Jammu BSF IG NS Jamwal. pic.twitter.com/4NAxvYfsjB
— ANI (@ANI) August 29, 2020
અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 8-10 પ્લાસ્ટિક સેન્ડબેગ્સ મળ્યા છે જેની ઉપર ‘કરાચી અને શાકરગઢ’ લખેલું છે, સુરંગના મોમાંથી અને બેગ પર ઉત્પાદન અને સમાપ્તિની તારીખ મળી આવી છે, જે દર્શાવે છે કે, તે તાજેતરમાં બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, નજીકની પાકિસ્તાની સીમા ચૌકી સુરંગથી લગભગ 400 મીટર દૂર છે.
The sandbags have proper markings of Pakistan, which clearly shows that it was dug with proper planning & engineering efforts. Without the concurrence & approval of Pakistani Rangers & other agencies, such a big tunnel cannot be built: Jammu BSF IG NS Jamwal https://t.co/Vq2UUqqLa8 pic.twitter.com/NVNf2i4JmO
— ANI (@ANI) August 29, 2020
‘પાકિસ્તાની એજન્સીની સંમતિ વિના આટલી મોટી સુરંગનું નિર્માણ શક્ય નથી’
બીએસએફના આઈજી એન.એસ. જામવાલે કહ્યું છે કે, “મળી આવેલી રેતીની થેલીઓ પાકિસ્તાની હોવાના સંકેતો તરીકે સ્પષ્ટપણે જોઇ શકાય છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે, આ પ્લાનિંગ દ્વારા ખોદવામાં આવ્યું હતું અને તેના માટે એન્જિનિયરિંગના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની એજન્સી અને અન્ય એજન્સીઓની સંમતિ વિના આટલી વિશાળ સુરંગ બનાવી શકાઈ નહી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews