ભારત દેશમાં સરહદોની સુરક્ષા કરતી ફોર્સ એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સ કરતી હોય છે. જ્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં દાંતીવાડા (Dantiwada) ખાતે બી.એસ.એફ. ની 93મી બટાલિયન આવેલી છે.
બી.એસ.એફ.ના જવાનો સરહદની સુરક્ષાની સાથે સાથે અનેક પ્રવુતિઓ કરતા હોય છે, જયારે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે આવેલ 93મી બટાલિયન દ્વારા શનિવારે કુડા ગામ ખાતે વુક્ષારોપણ અને ઝઝામ માધ્યમિક સ્કૂલ ખાતે ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા 500 અલગ અલગ પ્રકારના વુક્ષો વાવ્યા હતા.
“વૃક્ષો વાવો, વરસાદ લાવો” ના સ્લોગન સાથે દાંતીવાડામાં આવેલ 93મી બટાલિયન દ્વારા બનાસકાંઠા જિલ્લાના કુડા ગામમાં વૃક્ષારોપણ અને સાંતલપુર તાલુકામાં આવેલ ઝઝામ માધ્યમિક શાળામાં બી.એસ.એફ. દ્વારા ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાંતીવાડા બી.એસ.એફ. 93મી બટાલિયન દ્વારા કરવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બી.એસ.એફ. કંપની કમાન્ડર રાજેશકુમાર મોર્યે, આચાર્ય વિનોદભાઈ ચૌધરી સહિત ગામના લોકો અને વિધાર્થીઓ દ્વારા લગભગ 500 જેટલા વૃક્ષોના રોપાઓને વાવવામાં આવ્યા હતા. ઝઝામ માધ્યમિક સ્કૂલમાં યોજવામાં આવેલ ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય ચિલ્કા ચૌધરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સાથે બી.એસ.એફ.ના જવાનો પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.