વિધાનસભા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસનું આક્રમક રૂપ- જાણો કોને ગણાવ્યા ગોડસેના પૂજારી અને ડ્રગ્સ માફિયા

આજે 2જી માર્ચથી 14મી ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે આ પ્રથમ બજેટ સત્ર છે. સાથે સાથે વિપક્ષના નેતા બદલાયા બાદ તેમનું પણ આ પહેલું સત્ર થવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણી પૂર્વેનુ આ છેલ્લુ બજેટ સત્ર હશે.

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે આક્રમકતાથી સરકારને ઘેરી, રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ હુરિયો બોલાવીને “ગોડસેના પૂજારીઓનું રાજીનામુ માંગ્યું. “ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં” ના નારા લગાવ્યા. પેપરલીક, ડ્રગ્સ કાંડ, ખંડણીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો. રાજકોટ પોલીસ કમિશ્નરની કટકી કાંડ સામે પડનારા ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને કોંગ્રેસે અભિનંદન આપ્યા અને ભાજપનો દાવ લીધો હતો. વિપક્ષના હંગામા અને ભારે શોરબકોર વચ્ચે શરૂઆતની થોડી મિનિટમાં જ રાજ્યપાલે પ્રવચન ટુંકાવવુ પડ્યું.

આવતીકાલે ગુરૂવારે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. વિધાનસભાની ચૂંટણીને જોતાં ભૂપેન્દ્ર પટેલની સરકાર શિક્ષિત બેરોજગાર યુવાનોથી માંડીને ખેડૂતો, વેપારી વર્ગ ઉપરાંત મહિલાઓને રાજી રાખવાના પ્રયાસો કરશે. આ ઉપરાંત કરવિહોણુ અને નવી યોજનાઓ સાથે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા સત્રમાં પેપરલીક, પોલીસ અધિકારીઓનો તોડકાંડ ઉપરાંત જમીન કૌભાંડ, કાયદા વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સહિતના મુદ્દાઓને લઇને કોંગ્રેસ આક્રમક બનીને બહાર આવે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *