સુરતના ગૌરક્ષકોએ જીવના જોખમે બચાવ્યું પશુધન

રિપોર્ટર: દિનેશ પટેલ, કામરેજ : Surat News: ભૂતકાળમાં અનેકવાર ગાયને કતલખાને લઇ જાય તેનું કતલ કરવામાં આવતું હોય છે જે બાદ ગૌમાંસનું વેચાણ કરવામાં આવતું હોય છે,જેને લઇ હંમેશા ગૌરક્ષક ધ્યાન રાખતા હોય છે.ત્યારે સુરતના કામરેજના ચોર્યાસી ટોલ નાકા પાસેથી ગૌરક્ષક દ્રારા ₹.2.60 લાખની 13 ભેંસો સહિત ₹.5 લાખની કિંમતનો આઈસર ટેમ્પો ઝડપી પાડયો હતો. કામરેજના (Surat News) પાસોદરા ખાતેની શાલીગ્રામ ફ્લોરા ખાતે રહેતા ગૌરક્ષક પાર્થગીરી મહેશગીરી મિત્રો સાથે એમ્બ્યુલન્સમા બીમાર ભેંસ ભરી સારવાર માટે લઈને આવતા હતા.

કામરેજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી
કરેજમાં ચોર્યાસી ટોલ નાકા નજીક અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા આઇસાર ટેમ્પો નંબર GJ21Y-9444 ને અટકાવી તેમાં તપાસ કરતા ખીચોખીચ ભરેલી 13 ભેંસો જોવા મળી હતી.જે બાદ ગૌરક્ષકને આ વાત ધ્યાને આવતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.ત્યારે આ ઘટનાનાં પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

ચાલકની અટકાયત કરવામાં આવી હતી
આ ઘટનામાં ટેમ્પામાં ભરેલી ભેંસો વિશે પૂછતાં ચાલક પાસે કોઈપણ પ્રકારની માહિતી આપી ન હતી.તેની પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી અથવા પરમીટ મળી આવી ન હતી.જે બાદ કામરેજ પોલીસે ગેરકાયદેસર પશુ લઇ જતા ટેમ્પો ચાલક અને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રહેતા અસ્ફાક યાકુબ ચરખાની અટકાયત કરવામાં આવી હતી.

પંથકના ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો
આ બનાવમાં ગૌવંશને ખીચોખીચ સ્થિતિમાં કતલખાને લઈ જવાતા હોવાની શંકા ઉપસ્થિતોએ કરી હતી.ભેસ ગૌવંશ સાથેનો ટેમ્પો ને પોલીસ મથકે લાવી ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ સાથે જ આ ગુનેગારો પાસેથી ₹.2.60 લાખની કિંમતની 13 ભેંસો સહિત ₹.5 લાખની કિંમતના ટેમ્પો મળી કુલ 7.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પંથકના ગૌરક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે અને બેફામ બનેલા ગૌતસ્કરોને સબક શીખવવા માંગ કરી છે.