વિફરેલા આખલાએ રસ્તે ચાલતા વ્યક્તિને હવામાં એવો એટલો ઉંચે ફંગોળ્યો કે ધોળાદીવસે દેખાઈ ગયા તારા- જુઓ વિડીયો

એવું કહેવાય છે કે, રામ રાખે તેને કોણ ચાખે. કંઇક આવી જ એક ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ રસ્તા પર લાકડી લઇને ચાલી રહ્યો હોય છે. ત્યારે જ અચાનકથી એક આખલો તેના પર હુમલો કરી દે છે. હુમલા બાદ શખ્સ 10 ફૂટથી વધુ ઉંચાઇએ ઉછળી જાય છે. તે બાદ શખ્સ ગંભીર અવસ્થામાં ત્યાં જ પડી જાય છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે.

ઘણીવખત આવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા રહે છે. જો કે વીડિયો જોવામાં ભલે ફની લાગે, પરંતુ તે ઘણો ખતરનાક અને ગંભીર છે. જો તમે પણ ક્યારેય રસ્તા પરથી પસાર થઇ રહ્યા હોય અને આસપાસ તમને આખલો દેખાઇ જાય તો પ્રયાસ કરજો કે તેનાથી અંતર જળવાય. કારણ કે આખલો અચાનક ક્યારે હુમલો કરી દે, તેનો ક્યારેય કોઇને અંદાજ નથી હોતો. આખલાના હુમલાથી તમને ગંભીર ઇજા થઇ શકે છે અને તમને જીવનું જોખમ પણ થઇ શકે છે. આ કારણે આ વીડિયો જોયા બાદ તમે પણ સચેત થઇ શકો છો.

આખલાના આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને 7 લાખથી વધુ લોકોએ લાઇક કર્યો છે. આખલાના હુમલા બાદ શખ્સ 10 ફૂટ સુધી ઉછળીને જમીન ઉપર પટકાય છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, આખલાના હુમલા બાદ શખ્સ જમીન ઉપર ધડામ દઈને પડતા હલી પણ શકતો નથી. શખ્સને ભારે ઈજા થઈ હોવાનું જોવા મળી રહ્યું છે.

હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં લોકો કમેન્ટ કરી રહ્યાં છે કે, તેમાં હસવાની કોઇ વાત નથી પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે. કેટલાંક લોકો આ વીડિયો ડીલીટ કરવાની પણ વાત કરી રહ્યાં છે. તો કેટલાંક યુઝર્સ કહી રહ્યાં છે કે આ વીડિયો બિલકુલ ફની નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *