300 વર્ષ જુના શિવ મંદિર પર ફેરવી નાખ્યું JCB, ખંડિત થઇ વર્ષોથી અડીખમ ઉભેલી મૂર્તિઓ

અલવર (Alwar)ના રાજગઢ (Rajgarh)માં ત્રણ મંદિરો(Temple) તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ ભાજપ(BJP) કોંગ્રેસ(Congress) સરકાર પર આક્રમક બની છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા (Amit Malviya)એ આ મામલે કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે કરૌલી અને જહાંગીરપુરી પર આંસુ વહાવી અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી, આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે. અલવરના રાજગઢમાં ત્રણ મંદિરો પર બુલડોઝર ચલાવવાને કારણે લગભગ 300 વર્ષ જૂના શિવ મંદિરની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે. મંદિર તોડવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, 17 એપ્રિલે રાજગઢનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અંતર્ગત નગરના ગોળ સર્કલથી મેળાના ચારરસ્તાની વચ્ચે આડે આવતી દુકાનો અને મકાનોને તોડી પાડવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ ક્રમમાં, પ્રશાસનની ટીમ બુલડોઝર સાથે મંદિરે પહોંચી, મંદિરને અતિક્રમણ ગણાવ્યું અને તેઓએ મંદિરનો ગુંબજ તોડી નાખ્યો. આ પછી શિવલિંગને કટરની મદદથી કાપવામાં આવ્યું. આ દરમિયાન હનુમાનજી સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે.

આરોપ – ભાજપને વોટ આપવા બદલ લીધો બદલો:
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે મંદિર તોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ લઈને અમે કોંગ્રેસના ધારાસભ્ય જોહરીલાલ મીણા પાસે ગયા હતા. તેમણે કહ્યું કે તમે ભાજપનું બોર્ડ બનાવો અને અમને ફરિયાદ કરો. સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપને મત આપવા બદલ તેમની પાસેથી બદલો લેવામાં આવ્યો હતો. જેના કારણે મંદિરો અને મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યના નિવેદનનો વીડિયો સામે આવ્યો છે:
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે ધારાસભ્ય જોહરીલાલ મીણાએ મંચ પરથી કહ્યું હતું કે કોંગ્રેસનું બોર્ડ હોત તો બુલડોઝર ન ચાલત. હવે બાવળનું ઝાડ વાવી ગયું છે તો કેરી ક્યાંથી આવશે? તમને 24 કલાકનો સમય આપવામાં આવે છે, તમે 34 કાઉન્સિલરને મારા ઘરે લાવો, કાર્યવાહી બંધ થઈ જશે. અન્યથા હું કાર્યવાહી રોકી શકીશ નહીં. ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોહરીલાલ મીણાનો આ વીડિયો 14 એપ્રિલનો છે, જ્યારે તેઓ એક ઉદ્ઘાટન કાર્યક્રમ માટે રાજગઢ આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય સહિત ત્રણ સામે ફરિયાદ:
બ્રજ ભૂમિ કલ્યાણ પરિષદે કોંગ્રેસના ધારાસભ્ય અને ત્રણ અધિકારીઓ પર ત્રણ મંદિરો તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ તેણે રાજગઢના કોંગ્રેસના ધારાસભ્ય જોહરીલાલ મીણા, એસડીએમ અને પાલિકાના સીઆઈઓ વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જોહરી મીનાએ ભાજપ બોર્ડ પર આરોપ લગાવ્યા:
ફરિયાદ નોંધાયા બાદ રાજગઢના ધારાસભ્ય જોહરી લાલ મીણાએ ખુલાસો કર્યો છે. રાજગઢમાં ભાજપનું બોર્ડ છે. ધારાસભ્યએ કહ્યું કે 35 કાઉન્સિલરોના બોર્ડમાં 34 ધારાસભ્યો ભાજપના છે. એક કોંગ્રેસના છે. આવી સ્થિતિમાં અતિક્રમણ હટાવવા, રસ્તો પહોળો કરવો અને મંદિર હટાવવાની તમામ બાબતો ભાજપ બોર્ડ દ્વારા લેવામાં આવી છે. એક કાઉન્સિલર 34 કાઉન્સિલરોનો નિર્ણય બદલી શકે નહીં. ધારાસભ્યએ કહ્યું કે મને અને મારા પરિવારને ભગવાનમાં શ્રદ્ધા છે. અમે આ કર્યું નથી.

પૂનિયાએ કહ્યું કે મને સમજાતું નથી કે 300 વર્ષ જૂના મંદિરનું કેવી રીતે અતિક્રમણ થઈ શકે. કોંગ્રેસના ધારાસભ્યે 34 કાઉન્સિલરને લાવવાની વાત કરી હતી. આ તમામ કાર્યવાહી સરકારના ઈશારે કરવામાં આવી છે. સતીશ પુનિયાએ કહ્યું કે જોહરી લાલ મીણાના પુત્ર પર દુષ્કર્મનો આરોપ છે. વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે જો તમે મારા પુત્ર પર આરોપ લગાવશો તો તમને તમારા કૃત્યની સજા ભોગવવી પડશે. ધારાસભ્યએ જનતાને ડરાવવા માટે આ બધું કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *