સુરત બન્યુ થાઇલેંડ: સ્પામાં ચાલતા કુટણખાનામાં પોલીસે રેડ કરી તો મળ્યા કોન્ડમ અને લલનાઓ સાથે આશિક

સુરત(Surat) હવે ધીમે ધીમે ક્રાઈમ સીટી(Crime City) બનતું જણાઈ રહ્યું છે. અહિયાં દિવસેને દિવસે દુષ્કર્મ(Mischief), હત્યા(Murder), લુટ-ફાટ વગેરેના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. એવામાં…

સુરત(Surat) હવે ધીમે ધીમે ક્રાઈમ સીટી(Crime City) બનતું જણાઈ રહ્યું છે. અહિયાં દિવસેને દિવસે દુષ્કર્મ(Mischief), હત્યા(Murder), લુટ-ફાટ વગેરેના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. એવામાં થોડા દિવસોથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર (Prostitution)ના ધંધા પણ ખૂબ જ ઝડપાયા છે. ત્યારે અત્યારે વધુ એક વાર સ્પાની આડમાં ચાલી રહેલા જિસ્મફરોશીના ધંધાને પોલીસે ઝડપી પાડ્યો છે. અહીં, પોલીસે 8 વિદેશી યુવતીઓની સાથે 4 યુવકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં આ જિસ્મફરોશીનો ધંધો ચાલી રહ્યો હતો. વેસુના કોરલ પ્રાઈમ સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્પાની આડમાં ચાલી રહેલા જિસ્મફરોશીના ધંધાનો ખુલાસો થયો હતો. પોલીસને જોતા જ ત્યાંના લોકો ભાગવાની કોશિશ કરી રહ્યા હતા, તેમ છતાં પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. અહીં, 8 વિદેશી યુવતીઓની સાથે 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને ફરિયાદ મળી હતી કે, અહીના કોરલ પ્રાઈમ સ્પામાં મસાજના નામે ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેથી પોલીસને મળેલી ફરિયાદના આધારે તેમણે વેસુના આ સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ મોટું રેકેટ ઝડપાયું હતું. હાલ પોલીસે વિદેશી મહિલાઓને ડિટેન કરી અને તેમને પોતાના વતન મોકલવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *