ક્યારે જાગશે ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર? આખલાના આંતકે એક આધેડને અડફેટે લઇ 10 ફૂટ સુધી ઢસડ્યા- જુઓ વિડીયો

Published on: 1:54 pm, Mon, 6 December 21

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાવનગર(Bhavnagar) શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે ક્યારેક કોઈ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ત્યારે આવો જ એક વીડિયો(Viral videos) હાલ સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક આધેડને ઘરની બહાર નીકળતાં જ એક આખલો પોતાનાં શિંગડાંમાં ઊચકી લે છે અને આધેડને ઢસડીને આશરે દસ ફૂટ દૂર લઇ જઇ પોતાનાં શિંગડાં અને પગ વડે ખુંદવા લાગે છે. જોકે સદનસીબે ઘરમાંથી પરિવારજનો અને આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આધેડને આખલાના શીંગડામાંથી બચાવી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ભાવનગર શહેરના સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારનો આખલાના આતંકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક આખલો રોડ પર એક ઘર નજીક ઊભો જોઈ શકો છો, જે રસ્તા પર અવરજવર કરતા લોકોને અડફેટે લેવાની પુરેપુરી તૈયારીમાં છે. એવામાં એક આધેડ ઘરની બહાર જેવા નીકળ્યા એવા તરત જ આખલાએ પોતાના શિંગડામાં ઊચકી લીધા અને અંદાજે દસ ફૂટ અંતર સુધી ઢસડ્યા.

ત્યાર બાદ આધેડને નીચે જમીન પર પાડી દીધા અને આખલો 30 સેકન્ડ સુધી તેમના પર હુમલો કરતો રહ્યો હતો. જોકે સદનસીબે પરિવારજનો અને આજુબાજુમાં રહેતા લોકો સ્થળે દોડી આવ્યાં અને આધેડનો જીવ બચી ગયો. આ ઘટનામાં આધેડને બચાવવા જતાં એક મહિલાને પર પણ આખલાએ હુમલો કર્યો હતો અને નીચે પાડી દીધી હતી જે તમે વિડીયોમાં તમે જોઈ શકો છો.

ભાવનગર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. પ્રસાશનને લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ રખડતાં ઢોર પકડવાનો દાવો પોકળ સાબિત થઇ રહ્યો છે. ભાવનગર શહેરના કાળાનાળા, જશોનાથ સર્કલ, શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, ચિત્રા રોડ, સંત કવરામ ચોક, મહિલા કોલેજ, કેર્સંટ સર્કલ સહિતના વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ રોડ પર જોવા મળી રહ્યો છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati bhavnagar, gujarat, social media, Viral videos