નરાધમોને સજા-એ-મોત: પરણિત મહિલા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડેલા નરાધમોને કોર્ટે ફટકારી ફાંસીની સજા

ખેડા(Kheda): ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા બળાત્કારના કિસ્સાઓમાં ન્યાયપ્રક્રિયા ઝડપી બની છે. જેન કારણે બીજી વખત કોઈ પણ વ્યક્તિ એવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલા વિચારે.…

ખેડા(Kheda): ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા બળાત્કારના કિસ્સાઓમાં ન્યાયપ્રક્રિયા ઝડપી બની છે. જેન કારણે બીજી વખત કોઈ પણ વ્યક્તિ એવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા પહેલા વિચારે. આરોપીઓને ઝડપથી સજા સંભળાવવામાં આવી રહી છે, તો સાથે જ માસુમ શોષણ થનારાઓને ન્યાય મળી રહ્યો છે. ત્યારે 2018 માં બનેલી ઘટનામાં કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો અન્ભ્લાવવામાં આવ્યો છે.

4 વર્ષ પહેલા નિર્માલી સીમ વિસ્તારમાં પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરી હતી. ત્યારે આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો.

આ આરોપીને અપાય ફાંસીની સજા
(1) ગોપી ઉર્ફે બલાભાઈ ગિરીશભાઈ દેવીપૂજક, રહે.જોરામાં, મોટીઝેર તા.ક૫ડવંજ જિ.ખેડા
(2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દિરાનગરી, શિહોરા, તા.કપડવંજ જિ.ખેડા
(3) લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી હે.ઈન્દિરાનગર

કપડવંજના નિરમાલી ગામની સીમમાં બનાવ બન્યો હતો. 28 ઓક્ટોબર, 2018 ના રોજ બનેલી સામૂહિક બળાત્કાર અને હત્યાના ગુનામાં ૩ આરોપીઓને ફાંસીની સજા ફટકાવામાં આવી છે. કપડવંજ તાલુકાના મોટી ઝેર પાસે યુવતીનું અપહરણ કરી નિરમાલી સીમમાં સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ હતી. ત્યાર બાદ મહિલાની નગ્ન હાલતમાં લાશને એક ખેતરમાં નાંખી દેવામાં આવી હતી. સાથે જ ઘટનાના પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે આરોપી ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજા સંભળાવી છે.

શુ બની હતી ઘટના:
આ પારિવારિક ડખો હતો. નિરમાલી ગામે કિરણ દેવીપુજકની બહેન સંગીતાના લગ્ન મોટીઝેરના મુકેશ દેવીપૂજક સાથે થયા હતા. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ બાળકો હતો. પરંતુ સંગીતાબેનને પોતાના ભત્રીજા ગોપી ઉર્ફે લાલા દેવીપુજક સાથે પ્રેમસબંધ બંધાયો હતો. 28 ઓક્ટોબરના રોજ મુકેશભાઈ મજૂરીકામથી બહાર ગયા હતા. તેના બાદ સંગીતાબેન સાંજના સમયે પોતાના પિયર નીરમાલી જવા નીકળી હતી.

તે વખતે મોટીઝેર નજીક સંગીતાબેનની એકલતાનો લાભ લઈ કપડવંજ તાલુકાના શિહોરા ગામના જયંતિ બબાભાઈ વાદી તથા લાલા રમેશભાઈ વાદી પોતાની બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતું. દિવેલાના ખેતરમાં લઈ જઈ બંને ઈસમોએ તેને નગ્ન કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ગોપી ઉર્ફે ભલો આ ઘટના નજરોનજર જોઈ ગયો હતો. આ બાદ ત્રણેય શખ્સોે સંગીતાબેનના ગળા ઉપર પગ મુકી તેને મારી નાંખી હતી. તેમજ પુરાવાનો નાશ કરવા લાશને નગ્ન હાલતમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે ખેતરમાં લાશ મળતા પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. જેમાં ત્રણેય આરોપી પકડાયા હતા. પૂછપરછ કરતાં તેઓએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *