Burial of girl stopped by police in Ahmedabad: આજકાલ યુવક-યુવતી ઘરથી ભાગીને પ્રેમ લગ્ન કરી લેવાનાં કિસ્સાઓમાં ખુબ વધારો થઈ રહ્યો છે.ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે.જેમાં અમદાવાદના જુહાપુરામાં રહેતી યુવતીએ થોડા સમય પહેલા ગોધરાનાં સાહિલ પઠાણ નામનાં યુવક સાથે આંખ મળી જતા યુવતી તેની સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારપછી તે યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા.
પાંચ મહિનાનાં સુખી લગ્ન જીવન બાદ અચાનક જ ઉથલ પાથલ સર્જાઈ
લગ્નને હજુ પાંચ મહિનાં જેટલો સમય થયો છે. ત્યાં જ સાહિલ દ્વારા યુવતી પર ખુબ અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પાંચ મહિનાં સુધી લગ્ન જીવન સારૂ ચાલ્યા પછી અચાનક જ લગ્ન જીવનમાં ઉથલ પાથલ સર્જાતા સાહિલ દ્વારા યુવતી પર અત્યાચારનો અંતિમ વિડિયો બનાવ્યો હતો. યુવતીનાં પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યો છે કે સાહિલ દ્વારા યુવતીને માર મારતા તેનું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં પ્રેમ લગ્ન બાદ પતિએ માર મારતા યુવતીનું મોત થયાનો આક્ષેપ pic.twitter.com/9gTcOczTqy
— Trishul News (@TrishulNews) October 14, 2023
વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છેઃ યુવતી
યુવતીએ પતિનાં અત્યાચારનો અંતિમ વિડીયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છે. તેમજ ઘરમાં મારી નણંદ તેમજ સાસ બે જણ છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે યુવતીનાં મોત બાદ દફનવિધિ અટકાવી યુવતીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube