પ્રેમીઓ તેમની ગર્લફ્રેન્ડને મનાવવા માટે શું નથી કરતાં, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે લંડનમાં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે શું કર્યું. હાલમાં જ આ ઘટના સામે આવી રહી છે.
UK માં રહેતા સ્ટંટમેન રિકી એશે તેનાં વ્યવસાય પ્રમાણે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે જોખમી રીત અપનાવી હતી. તેણે તેની ગર્લફ્રેન્ડને પોતાને જ આગ લગાવીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઈરલ પણ થઈ રહ્યો છે.
‘ધ ન્યૂયોર્ક’ ની પોસ્ટ અનુસાર સ્ટંટમેન રિકીએ એની ગર્લફ્રેન્ડ કેટરીનાં ડોબસનની સાથે લગ્ન કરવાની દરખાસ્ત કરવા માટે આ પદ્ધતિ અપનાવી હતી. વ્યાવસાયે સ્ટંટમેન હોવાને કારણે તેણે આ કામ કરતા પહેલા બધી જ તૈયારી પણ કરી લીધી હતી, જેથી તેને આગથી કોઈ નુકસાન પણ થયું ન હતું.
વાઈરલ થઈ રહેલ રિકીના વીડિયોમાં એ આગ લગાવતા પહેલા તેને બચાવવા માટે પણ તમામ જરૂરી તૈયારીઓ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આ જ વીડિયોમાં તે એની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતી વખતે શરીરને આગ ચાંપી દેતો પણ જોવા મળ્યો છે.
પ્રપોઝ કર્યાં બાદ એક વ્યક્તિ ત્યાં આવે છે અને રિકીના કપડામાં લાગેલ આગને કાઢી પણ નાખે છે. રિકીની ગર્લફ્રેન્ડ કેટરીના એ વ્યવસાયે નર્સ છે અને બંનેની મુલાકાત ઓનલાઇન જ થઈ હતી. રિકી છેલ્લા કુલ 27 વર્ષથી સ્ટંટમેન તરીકેનું જ કામ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP