ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મોરબી(Morbi)માં ખાનગી બસ પલટી જવાને કારણે 16 લોકો ઈજાગ્રસ્ત(16 people injured) થયા હતા.
જણાવી દઈએ કે, કચ્છ જઇ રહેલી એક ખાનગી બસ હળવદ માળિયા હાઇવે પર પલટી મારી ગઇ હતી. જાણવા મળ્યું છે કે, ખાનગી બસ વડોદરાથી કચ્છના આદિપુર જઇ રહી હતી. ખાનગી બસમાં 31 જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે હળવદ-માળિયા હાઇવે પર ખાનગી બસ પલટી જવાની ઘટના બની હતી. જેને કારણે 16 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર પછી રજા આપવામાં આવી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થનારાઓમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ, રહે- ધોળકા, વિનુભાઈ પરમાર (45) રહે, અમદાવાદ, વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ, સૌરભ સોની (30) રહે, બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (34) , કલ્પના દિપક આણંદ દાની(34) આદિપુર, ઇરસાદભાઈ આલમભાઈ (32) ગાંધીધામ, રવિભાઈ પટેલ (31) રહે. અંજાર, દિનેશભાઇ કાંતિલાલ (58) કચ્છ, કાનો દિનેશભાઇ (19) અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ, સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે, આણંદનો સમાવેશ થાય છે.
રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.