Truck and Bus Drivers Strike: અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ ફેલાયો છે. કારણકે જો ડ્રાઈવર( Truck and Bus Drivers Strike ) અકસ્માતમાં ભોગ બનનારના મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. તેમજ ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે.ત્યારે આ કાયદાનો વિરોધ વિવિધ જગ્યાઓ પર થઇ રહ્યો છે.
7 લાખનો દંડ અને 10 વર્ષની જેલ
આ વિરોધમાં ટ્રક ચાલકો દ્વારા એક જ સૂર સામે આવ્યો હતો કે, હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે 7 લાખનો દંડ અને 10 વર્ષની જેલની સજાનો કાયદો લવાયો છે. જેથી તેના વિરોધમાં અમે વિરોધ નોંધાવ્યો છે. વાહન ચાલકોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા છે. જેમાં અંબાજી, વિસનગર, સિદ્ધપુર, અમદાવાદના વાહન અટવાયા છે. તેમજ ડ્રાઈવરોએ પોલીસ બેરીકેડીંગ રસ્તા પર મૂક્યા છે. અકસ્માતના નવા કાયદાને લઈ સુરતમાં વિરોધ થઇ રહ્યો છે. જેમાં BRTS અને સીટી બસ ચાલકો 3 દિવસથી હડતાળ પર છે. અકસ્માતમાં મોત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથા 10 વર્ષની સજા અને રૂ. 7 લાખના દંડની જોગવાઈનો વિરોધ થઇ રહ્યો છે.
મંડળીથી દૂધ ન લાવવામાં આવે તો અછત સર્જાવાની ભીતિ
આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર છે. જેમાં અકસ્માતમાં 10 વર્ષની કેદ અને 7 લાખ દંડનાં કાયદાનો વિરોધ આણંદમાં પણ શરૂ થયો છે. આણંદ, ખેડા, મહીસાગરમાં દૂધ સંપાદનની કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે. હડતાળને લઈ 30 લાખ લીટર દૂધ બગાડવાની સંભાવના છે. મંડળીથી દૂધ ન લાવવામાં આવે તો અછત સર્જાવાની ભીતિ છે. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો પણ હડતાળ પર છે. જેમાં અકસ્માતના નવા કાયદાના વિરોધ સાથે ચક્કાજામ કર્યો છે. 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કર્યો છે. સ્ટેટ હાઈવે જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કાયદો રદ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. ટ્રક ચાલકો હડતાળ પર ઉતરતા ક્વોરી ઉદ્યોગોને નુકસાન થયુ છે.
સુરતમાં BRTS અને સીટી બસ ચાલકો પણ જોડાયા
તો બીજી બાજુ સુરતના હજીરામાં પણ આવો જ માહોલ છવાયો છે. સુરતના હજીરામાં ટ્રક ડ્રાઈવરોઓએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો છે. હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો હડતાળમાં જોડાયા છે. સુરતમાં ટ્રકની સાથે સાથે BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળમાં જોડાયા છે. નવા કાયદાના વિરોધમાં આજથી ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
શું છે હિટ એન્ડ રનનો નવો કાયદો?
રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા મામલે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રોડ અકસ્માત કરનારી કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે. તો તેને 10 વર્ષની સજા થશે, પરંતુ જો અકસ્માત સર્જનારી વ્યક્તિ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube