કોણે કરી ચોંકાવનારી ભવિષ્યવાણી? પ્રધાનમંત્રી મોદી પોતાનું પદ છોડીને ભાજપના આ નેતાને બનાવશે PM

loksabha election 2024: લોકસભા ચુંટણી 2024 આવી રહી છે ત્યારે કેટલીક અટકળો સામે આવે છે, લોકસભા ચૂંટણી 2024 બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ બનશે, અમિત શાહ વડાપ્રધાન બનશે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેશના ગૃહમંત્રી બનશે. આ ચોંકાવનારો દાવો ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રખ્યાત નેતા રાકેશ ટિકૈતે કર્યો છે. તેમણે એવી પણ આગાહી કરી છે કે 2024ની લોકસભા ચૂંટણી( loksabha election 2024) માં ભાજપ સરકાર બનાવશે.

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષે ભાજપની આગેવાની હેઠળની એનડીએને કેન્દ્રીય સત્તામાંથી બહાર કરવા માટે I.N.D.I.A ગઠબંધનની રચના કરી છે. જો કે, આખા દેશમાં ભાજપ સત્તામાં વાપસી કરશે કે પછી વિપક્ષ નરેન્દ્ર મોદી સરકારને ઉથલાવવામાં સફળ થશે કે કેમ તે અંગે સમગ્ર દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

2024માં ભાજપની સરકાર બનશે
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને જાણીતા નેતા રાકેશ ટિકૈતને 2024ની લોકસભા ચૂંટણીમાં કોની સરકાર હશે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, “ફક્ત ભાજપ જ વાપસી કરશે. શરૂઆતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન હશે પરંતુ મધ્યમાં તેઓ તે પદ છોડી દેશે અને રાષ્ટ્રપતિ બનશે. તેમની જગ્યાએ અમિત શાહ વડાપ્રધાન બનશે અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે.

લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે ટિકૈત
રાકેશ ટિકૈતે પહેલીવાર વર્ષ 2007માં મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તેમાં તેમની હાર થઈ હતી. ત્યાર પછી 2014માં અમરોહા સીટથી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અતીજ સિંહ સામે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં પણ તેમને જીત મળી ન હતી. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં રાકેશ ટિકૈત દ્વારા ભરવામાં આવેલા શપથપત્ર પ્રમાણે તેમની સંપત્તિની કિંમત 4 કરોડ 25 લાખ 18 હજાર 038 (4,25,18,038 રૂપિયા) હતી. આ સિવાય રાકેશ ટિકૈતે શપથપત્રમાં જણાવ્યા પ્રમાણે, એ સમયે તેમની પાસે રૂ. 10 લાખ રોકડ હતી. આમ રાકેશ ટિકૈત એક ખેડૂત નેતા છે. જેઓએ દિલ્હીની સરકારના નાકે દમ લાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *