અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં ડ્રાઇવરની બેદરકારીના કારણે બુધવારે સવારે 5 વાગ્યે ઉત્તર પ્રદેશના સુલતાનપુર (Sultanpur)માં ટૂરિસ્ટ બસ(Tourist bus) ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે માર્ગ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે(Prayagraj-Ayodhya Highway) પર ગોસાઈગંજ (Gosaiganj)માં થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)ના રહેવાસી હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર પ્રાંતના પુણેથી અનેક શ્રદ્ધાળુઓ ગંગાપતિ એક્સપ્રેસ ટ્રેન દ્વારા વારાણસી પહોંચ્યા હતા. દર્શન બાદ તમામ શ્રદ્ધાળુઓએ અયોધ્યા દર્શને જવા માટે 8 ટુરિસ્ટ બસ બુક કરાવી હતી. એકસાથે તમામ ટુરિસ્ટ બસો શ્રદ્ધાળુઓ સાથે અયોધ્યા દર્શન માટે જઈ રહી હતી.
આ દરમિયાન માર્ગમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઘાયલ થયેલા તમા લોકોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર 28 ઘાયલોમાંથી 14ની હાલત ગંભીર છે.
આ સાથે ત્રણ ઘાયલોને સારવાર માટે લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, બસમાં કુલ 48 શ્રદ્ધાળુઓ સવાર હતા. આ અકસ્માતમાં બાકીના લોકોનો જીવ બચી ગયો હતો. ત્યારે હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.