જામીન બાદ કીર્તિ પટેલનો વધુ એક વિડીયો વાયરલ – વિડીયોમાં કહ્યું ‘2500 રૂપિયામાં બે રાત મને…’ જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): ટિકટોક સ્ટાર(Tik Tok Star) કીર્તિ પટેલ(Kirti Patel) અવાર નવાર કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે હજુ થોડા દિવસો પહેલા જ ફરી એક…

ગુજરાત(Gujarat): ટિકટોક સ્ટાર(Tik Tok Star) કીર્તિ પટેલ(Kirti Patel) અવાર નવાર કોઈને કોઈ કારણોસર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે હજુ થોડા દિવસો પહેલા જ ફરી એક વખત વિવાદમાં આવતા મામલો ગરમાયો છે. જો વાત કરવામાં આવે તો ભેંસાણાના એક પરિવારના હેરાન કરવાના આરોપ બદલ પોલીસ દ્વારા કીર્તિ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, કીર્તિ પટેલનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં કીર્તિ પટેલ રસ્તાની વચ્ચોવચ પોલીસ સાથે માથાકૂટ કરતી જોવા મળી હતી. જેને પગલે જૂનાગઢમાં કીર્તિ પટેલ અને તેમના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે બે કાર પણ જપ્ત કરી હતી. આ દરમિયાન કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને ભેસાણના યુવક જમન ભાયાણીને ધમકીઓ આપી હતી. આટલું જ નહિ, આ સિવાય કીર્તિ પટેલ પોતાના સાથીદારો સાથે જમન ભાયાણી સાથે માથાકૂટ કરવા જૂનાગઢના ભેસાણ પણ પહોંચી હતી.

ત્યારે આ ઘટનાને લઈને મોટી માથાકૂટ થાય તે પહેલા ભેસાણ પોલીસે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરી લીધી હતી. ત્યારે હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો એક નવો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કીર્તિ પટેલ કહેતી જોવા મળી રહી છે કે, જય માતાજી મિત્રો મારી શું મેટર ચાલુ છે એ તો હકીકતમાં કોઈને ખબર જ નથી. ભેસાણ ગામમાં એવી વાતો ચાલી રહી છે કે, પટેલ સમાજ ની દીકરી કીર્તિ પટેલ ગાળો બોલતી હતી એટલે જમન ભાયાણીએ એને રોકી હતી. તેથી કીર્તિ પટેલ ભેસાણ ગામમાં જમન ભાયાણી સાથે ઝઘડો કરવા આવી રહી છે.

આ અંગે વધુમાં કીર્તિ પટેલે કહ્યું કે, આ તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ જો એને મને કહ્યું પણ હોત તો હું પટેલ સમાજનો દીકરો સમજીને એની વાત માની પણ લવ. પરંતુ જમન ભાયાણી એવું કહી રહ્યો છે કે, દારૂની મહેફિલમાં હું આ કીર્તિ પટેલને 2500 રૂપિયામાં બે રાત દેવ લઈ ગયેલો હતો. ત્યારે જમન ભાયાણીની આવી નિમ્ન કક્ષાની વાતોના કારણે તે ભેસાણ ગામ પહોંચી હતી. વીડિયોમાં તે બીજું ઘણું બધું પણ કહે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *