હાલમાં અકસ્માતના વધતાં કેસોમાં ફરી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં ટૂરિસ્ટોથી ભરેલી બસ ખીણમાં ખાબકવાથી 27 લોકોનાં મોત નીપજ્યાં છે. દુર્ઘટનામાં 39 અન્ય લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારાઓમાં બસ-ડ્રાઈવર પણ સામેલ છે. આ તમામ તીર્થયાત્રીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. તમામ ઘાયલોને અને મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ માહિતી ગુરુવારે આપી છે.
સ્થાનિક પોલીસ અધિકારી પ્રાસેત્યો રિબ્બિયાંતોએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બુધવારે એવા સમયે થઈ કે જ્યારે બસ જુનિયર હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ, ટીચર અને પેરન્ટ્સને તાસિકામલય જિલ્લામાં આવેલા એક તીર્થસ્થળ પર લઈને જઈ રહી હતી. અહી ઘણા ઢાળ હોવાને કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતા. એને કારણે બસ 20 મીટર ઊંડી ખાડીમાં પડી હતી.
પોલીસ અધિકારી રિબ્બિયાંતોના જણાવ્યા મુજબ, પોલીસ દુર્ઘટનાનું કારણ શોધવાની કોશિશ કરી રહી છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોએ જણાવ્યું હતું કે, ગાડીની બ્રેક ફેલ થઈ હતી. રેસ્ક્યૂ એજન્સીના ચીફ રિદવાંસાહે જણાવ્યું હતું કે, ઘાયલોને હોસ્પિટલ અને એક નજીકના ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમાંથી 13 લોકોની સ્થિતિ ગંભીર છે.
રિદવાંસાહના જણાવ્યા મુજબ, રોડની સુરક્ષામાં બેદરકારી અને ખરાબ ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે આવા અકસ્માતો સતત થતા રહે છે. આ પહેલાં સુમાત્રામાં ડિસેમ્બર 2019માં એક ટૂરિસ્ટ બસ 80 મીટર ઊંડી ખાડીમાં પડી હતી, તેમાં 35 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત 2018માં પશ્ચિમ જાવામાં એક બસ ખીણમાં પડી હતી, તેમાં 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના ઇન્ડોનેશિયાના જાવા આઈસલેન્ડમાં સર્જાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle