Lockdown લાગુ થયા ને હવે મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે.દરેક કોઈના મનમાં ફક્ત એક જ સવાલ છે કે ક્યારે બસ અને ટ્રેન સેવા શરૂ થશે. પરંતુ હવે તમારે વધારે રાહ જોવી નહીં પડે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વની જાણકારી આપી છે.
હવે Lockdown માં કેટલી વધારે રાહત ભરેલી ખબરો મળી શકે છે. સરકાર ટ્રેન અને બસની સેવા શરૂ કરી શકે છે.સમાચાર એજન્સી અનુસાર કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંકેત આપ્યો છે કે દેશમાં સાર્વજનિક પરિવહન સેવાઓ ટૂંક સમયમાં શરૂ થશે.જણાવી દઈએ કે કોરોનાવાયરસના કારણે લાગુ થયુ lockdown બાદ સાર્વજનિક પરિવહન સેવાઓ બંધ છે.ગડકરીએ કહ્યું કે સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટને સુરક્ષિત ઉપયોગને લઈને guideline બનાવી રહી છે. તેમાં સામાજિક અંતર એટલે કે સોશયલ distance વગેરે પર ભાર દેવામાં આવશે.
આખી દુનિયામાં હવે એ માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકો પણ આની સાથે જ જીવવાનું શીખવું પડશે. એવામાં સંક્રમણથી બચાવની સાવધાનીઓ નું ધ્યાન રાખવું હવે સામાન્ય પ્રેક્ટિસ બની જશે. તેના પર ગડકરીએ કહ્યું કે લોકોને બસો કે કાર ચલાવવા દરમ્યાન તમામ સુરક્ષા ઉપાય જેમ કે હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, મોઢા પર માસ્ક પહેરવું વગેરેનું ધ્યાન રાખવું પડશે.
ગડકરીએ કહ્યું કે સરકારને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીની સમસ્યાઓની સંપૂર્ણ જાણકારી છે. સરકાર તેના મુદ્દાના હલ લાવવામાં પૂરું સમર્થન આપશે. હું સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંપર્કમાં છું. બંને કોરોનાવાયરસના આ કપરા સમયમાં અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news