ગામના તળાવનું પાણી થઇ ગયું લાલ- કારણ જાણવા મળે એ પહેલા મરી ગયા હજારો માછલા અને…

ઝારખંડમાંથી સનસનીખેજ ઘટના સામે આવી રહી છે જ્યાં પલમુના રહેલા ટંડેલ ગામમાં તળાવના પાણી નો રંગ અચાનક બદલાય ને લાલ થઇ ગયો.પાણી ઝેરીલું થવાને કારણે હજારોની સંખ્યામાં માછલીઓનો જીવ ચાલ્યો ગયો.લોકોનો આરોપ છે કે તળાવમાં એક વ્યક્તિએ ઝેરીલો પદાર્થ નાખ્યો જેના કારણે પાણી ઝેરીલું થઈ ગયું. તેમજ રેહલા ગ્રસિમ ઇન્ડસ્ટ્રીના કર્મચારીએ કેમિકલની મદદથી પાણીને ફરીથી સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઝેરી થઇ ચુકેલા આ તળાવમાં કોઈ પશુપક્ષી પાણી ન પીવે તેના માટે સમગ્ર ગ્રામીણ તળાવના કિનારે ઊભા રહીને પહેરો આપી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તળાવ ગામની વચ્ચે સ્થિત છે. આ તળાવ થી ગ્રામીણોના ઘરના કુવા હેન્ડ પંપ અને અન્ય પાણીના સ્ત્રોત પણ જોડાયેલા રહે છે. આ દરમિયાન ગ્રામીણોએ એક વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે કે તેણે તળાવમાં ઝેરીલો પદાર્થ નાખ્યો હતો જેને લઇને પોલીસ કાર્યવાહીની માંગણી થઈ રહી છે.જોકે હજુ સુધી એ સાફ નથી થઈ રહ્યું કે એ વ્યક્તિ એ તળાવમાં ઝહેર નાખ્યું હતું કે નહીં.

ગ્રામીણનું કહેવું છે કે આ તળાવ ગામ માટે પાણીના સ્ત્રોતની જેમ કામ કરે છે. ગામમાં ઘરે રહેલા કુવાઓ અને હેન્ડ પંપ આ તળાવ સાથે જોડાયેલા છે. એટલા માટે આનાથી તેમના પર પણ તેનો પ્રભાવ પડી રહ્યો છે. હવે કેટલાક લોકોએ તળાવ પાસે પહેરો દેવાની જવાબદારી લીધી છે જેથી અન્ય જીવો આ તળાવમાં પાણી ન પીવે જ્યાં સુધી પાણી સાફ નથી થઈ જતું.

હાલમાં જ એક વ્યક્તિએ આ તળાવમાંથી પાણી પીવાનો પ્રયોગ નહાવા માટે કર્યો હતો જેના બાદ તેના શરીરમાં બળતરા થવા લાગી.તબિયત ખરાબ હતી તે યુવકને પ્રાથમિક ઉપચાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો અને ત્યાંથી ઈલાજ બાદ તેના શરીરની ચામડીમાં સુધારો આવ્યો.ડૉક્ટરનું કહેવું છે કે પાણી તો ઝેરીલું નથી માલૂમ પડી રહ્યું પરંતુ તેમાં કોઈ હાનિકારક પદાર્થ હોવાની પૂરી આશંકા છે.

આ મામલે એચડીપીઓ સુરજીત કુમારે જણાવ્યું કે મામલાને ધ્યાનમાં લઇ લેવામાં આવ્યો છે. આ મામલે તપાસ માટે ગ્રસીમ ઇન્ડસ્ટ્રીના કેટલાક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા છે.તેમણે જ્યારે તળાવના પાણીને ટેસ્ટ કર્યું તો જણાવ્યું કે કેમિકલ આ પાણીમાં ભેળવવામાં આવ્યું છે તેનથી જીવ તો નથી જતો પરંતુ ચામડી માટે ઘાતક છે. આ કારણે એક્સપર્ટ કેમિકલનો ઉપયોગ કરી પાણીને ફરીથી સાફ કરવાની કોશિશ કરી છે. સુજીત કુમાર નું કહેવું છે કે શનિવારે આ મામલે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ મામલો નોંધી લેવામાં આવ્યો છે અને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *