આજથી ચાર દિવસ સુધી શેરબજારમાં નહીં થાય કોઈ કારોબાર, જાણો કારણ

શેરબજાર સહિત કરન્સી માર્કેટ(Currency market) અને ડેરિવેટિવ્ઝ માર્કેટ(Derivatives market) આજે અને આવતીકાલે રાષ્ટ્રીય રજા(National holiday)ઓ હોવાથી બંધ રહેશે. આ બે દિવસ પછી શનિવાર અને રવિવાર હોવાથી હવે શેરબજાર સીધું સોમવારે જ ખુલશે. શેરબજાર(Stock market)માં રજાઓની વાત કરીએ તો આ વર્ષની સૌથી લાંબી રજાઓ આજથી શરૂ થઈ ગઈ છે. હા, બજાર સતત ચાર દિવસ બંધ રહેશે.

આજે એટલે કે 14મી ફેબ્રુઆરી ગુરુવારે મહાવીર જયંતિ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ અને બૈસાખી છે, જ્યારે આવતીકાલે એટલે કે 15મી એપ્રિલ 2022ના રોજ ગુડ ફ્રાઈડેની રજા છે. આ સમયગાળા દરમિયાન, મેટલ અને બુલિયન માર્કેટમાં કોઈ વેપાર થશે નહીં.

આ પહેલા બુધવારે સેન્સેક્સ 237 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 58,338 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 54 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 17475 પર બંધ થયો હતો.

જો શેરબજારના જાણકારોનું માનીએ તો અત્યારે શેરમાં માત્ર નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નીચલા છેડે તેણે 17400-17450 ના સ્તરને પણ પડકાર્યો હતો અને 17600 ની ઉપર ટકાવી રાખવામાં નિષ્ફળ ગયો હતો. એવી ધારણા છે કે બજારમાં નબળાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *