સુરત(ગુજરાત): એક વિદ્યાર્થિનીને ઝેરી સાપે ડંખ મારતાં તાત્કાલિક સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. એટલું જ નહીં, જયારે ડોક્ટરોએ પરિવારને પૂછ્યું કે કયો સાપ કરડ્યો ત્યારે પરિવારે થેલીમાંથી મૃત સાપ કાઢીને આપતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. હાલ શ્રમજીવી પરિવારની એકની એક દીકરી ડિમ્પલની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પીડિત દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, સવારે લગભગ 8:30 વાગ્યાની આ ઘટના છે. હું પેટ્રોલ પંપ પર કામ કરું છું અને તેની માતા ઘરકામ કરવા ગઈ હતી. બીજું કોઈ ઘરમાં ન હતું, ઘરઆંગણે જ સાપે ડંખ મારતાં જ ડિમ્પલ જમીન પર પડી ગઈ હતી. સાપને જોઈને આજુબાજુના લોકોએ મારી નાખ્યો હતો. તાત્કાલિક 108ને કોલ કરતાં રાંદેર લોકેશનની ગાડીના EMT સાથે વાત કરાવવામાં આવી હતી. તે 20 કિલોમીટર દૂર હોવાથી ડિમ્પલને સારવાર માટે અમે ખાનગી વાહન દ્રારા લઈને ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિમ્પલને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. એક કલાકથી વધુ સમય સાપ કરડ્યાનો થઈ ગયો હતો. જોકે ડોક્ટરોએ સિવિલ આવતાં જ ડિમ્પલને તરત તમામ સારવાર આપીને તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે સંતાનોમાં એક દીકરો અને બીજી નાની દીકરી છે. ધોરણ-9માં ડિમ્પલ અભ્યાસ કરે છે. સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે મારી દીકરી આ પરિસ્થિતિમાં ન હોત જો , મારી દીકરીને બચાવી લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.