આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહીં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. તેમાં પણ ખાસ કરીને આપણા દેશમાં દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેસ મહત્વ હોય છે. ત્યારે ભારતભર માં એક માત્ર એવું મંદિર છે જ્યાં બોરની માનતા રાખવાથી જે દંપતીનું બાળક બોલતુંના હોય અથવા તોતડું બોલાતું હોય તેવા બાળકની તકલીફો દૂર થઇ જાય છે.
મળતી માહિતી અનુસાર, નડિયાદમાં આવેલા આ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમનું ખુબજ અનેરું મહત્વ છે. આ દિવસે હજારોની સંખ્યામાં ભકતી અહીં ઉમટી પડે છે. ભકતો અહી આવીને પોતાની અલગ અલગ માનતાઓ માને છે. જેમાં સૌથી પ્રચલિત બોરની માનતા છે. જેમાં જે દંપતીનું બાળક બોલતું ના થયું હોય અથવા તોતડું બોલાતું હોય તેવા દંપતીઓ બોરની માનતા માને છે.
આ પછી જયારે પોષ સુદ પૂનમ આવે ત્યારે આ મંદિરમાં આવીને બોરની ઉછામણી કરતા હોય છે. બોરની ઉછામણી કરીને પોતાની માનતા પુરી કરતા હોય છે અને લોકો આ બોરની પ્રસાદી પોતાના ઘરે લઈને જાય છે. જેને ખાવાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને બાળકોનું સ્વાસ્થ પણ સારું રહે છે. માટે આ દિવસે બોરની પ્રસાદી લેવા માટે હજારોનો સંખ્યામાં ભકતો હાજર રહે છે.
આ માનતા પાછળનો મહિમા છે કે, જે બાળક બોલતું ના હોય અથવા તોતડું બોલતું હોય, તેવા બાળકો માનતા માનવાથી તેમની તકલીફ દૂર થૈ જાય છે અને ના બોલતા બાળકો બોલતા થઇ જાય છે. તોતડું બોલતા બાળકો પણ સીધું બોલતા થઇ જાય છે. આ મંદિરનો આવો ચમત્કાર અત્યાર સુધી હજારો લોકો સાથે થયો છે. જેને પગલે અહી હજારો દર્શનાર્થીઓ ઉમટી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.