શિયલ મીડિયામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની એક પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા યુઝર્સ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે ” ગોપાલભાઈ, મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપુરમાં પાણીની સગવડ છે અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તો પણ ચાલશે ” દારૂની વિવિધ બ્રાન્ડસ અંગે લખ્યું હતું. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનો નામ લઈને લખ્યું કે માજી બુટલેગર અને હાલના નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો મેળ પડી જશે” આ એક કોમેન્ટ એ ભાજપના કાર્યકરોને હલાવી નાખ્યા હોય એવો માહોલ સુરતમાં સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર અડાજણમાં પિયુષ કોરિયા, અમરોલીમાં કલ્પેશ દેવાણી, કતારગામમાં કેતન કળથીયા, કાપોદ્રામાં વિપુલ સોરઠીયા, સરથાણામાં દિનેશ દેસાઈ, પુણામાં દિનેશભાઇ ગોહિલ, કામરેજમાં યોગેશ પટેલ નામના ભાજપના કાર્યકરોએ ફરિયાદ નોંધવા અરજી આપી છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હોવાની માહિતી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપના સંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભૂતકાળમાં પણ આરોપ લાગી ચુક્યા છે કે, કોન્સ્ટેબલ ની નોકરી વખતે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાની વાતો સામે આવી હતી. અને સસ્પેન્શન પણ ભોગવ્યું હતું. ત્યારે ભાજપના કાર્યકરોએ કરેલી અરજીમાં કહેવાયું છે કે અમારા સંસદ અને પ્રમુખની વગર પુરાવાએ બેઈજ્જતી કરાઈ છે. જેથી પગલા ભરવામાં આવે. ત્યારે રાજકીય રંગ લાગતા આ સોશિયલ મીડિયાનું યુદ્ધ હવે પોલીસ સ્ટેશન સુધી પહોચ્યું છે. પરંતુ પોલીસ પણ દુધની દાજી છાશ પણ ફૂંકીને પીવે તેવી રીતે ફરીયાદ નોંધવા પહેલા વિચારી રહી છે.
ગોપાલ ઇટાલીયાની આ એક કોમેન્ટથી ભાજપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે, જેથી સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને બુટલેગર કહેતા ગોપાલ ઇટાલીયા સામે 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજીઓ કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાઓ એવું માને છે કે સી.આર.પાટીલ ને બુટલેગર કહેતા તેમની માનહાનિ થઈ રહી છે. સી.આર.પાટીલ વિરુદ્ધ બુટલેગરના કોઈ પણ પુરાવા ન હોવા છતાં આ પ્રકારની તેમને પ્રતિષ્ઠાને ઝાંખી કરવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ સી.આર.પાટીલ પર એવા આક્ષેપ કર્યા હતા કે, સી.આર.પાટીલ પર કુલ 107 કેસો નોંધાયેલાં છે. લોકસભાની ચૂંટણી વખતે રજૂ કરેલાં એફિડેવિટમાં આ બધાય કેસોની વિગત દર્શાવાઇ છે. પાટીલ પર બેન્કમાં ઉચાપત કર્યાનો ય કેસ નોંધાયેલો છે. એટલુ જ નહીં તે જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. પાટીલ જયારે પોલીસ કોન્સ્ટેબલ હતાં ત્યારે દારૂની ગાડીનું પાયલોટીંગ કરતાં હતાં. આ આરોપસર પાટીલને પોલીસ કોન્સ્ટેબલમાથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.