સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ઘણા ખરા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગઈ કાલે મુખ્યમત્રી દ્વારા તા. 6 મે 2021 થી તા.12 મે 2021 સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ લંબાવવામાં આવ્યું છે. ત્યારે આજે ફરી કેબીનેટની બેઠક બોલવવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આજે રાજ્ય સરકારની કેબીનેટ મળી છે. જયારે ગઈકાલે જ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં કેટલાક શહેરોમાં રાત્રી કર્ફ્યુના નિયમો મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી તાબડતોબ કેબીનેટની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણને કેમ નિયંત્રણમાં લાવવું અને તેની સામે કેવી રીતે ટકી રહેવું જેવા નિર્ણયો લેવાઈ શકે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ કેબીનેટની બેઠક બોલાવવામાં આવી છે જે બેઠકમાં આરોગ્ય વિભાગના અધોકારીઓ અને રાજ્ય સરકાર પણ સામેલ થશે. આ બેઠકમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારી વિષે પણ ચર્ચા કરવામાં આવશે.
જયારે ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર છે ત્યારે ઓક્સિજન વિશેની પણ ચર્ચા આ બેથકમાં થશે. વેક્સીનેશનની કામગીરી અને તેમના સપ્લાય વિશે પણ આ બેઠકમાં ચર્ચા થશે. સાથે વેકસીનના વધુમાં વધુ લોકોને જલ્દી મળી શકે તે માટે પણ ચર્ચા થઈ શકે છે અને આવતી કાલે જે 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું લાદવામાં આવ્યું તેમની કડકપણે અમલવારી થાય તે માટે મંત્રીઓ સાથે મુખ્ય ચર્ચા કરવામાં આવશે.
સાથે સાથે આ બેઠકમાં કોરોના ટેસ્ટીંગ કીટોની તંગી સર્જાતા ઉભા થઈ રહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેમની સાથે કોરોના ટેસ્ટ પણ વધારવામાં આવશે. અઘોષિત લોકડાઉનનું કડક પણે અમલ કરવામાં આવે તે બાબતે પણ થઈ શકે છે ચર્ચા.
લોકડાઉન અંગે મોટો નિર્ણય- ગુજરાત સરકારે જાહેરાત કરી જાણો શું રહેશે બંધ અને શું શરુ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.