બંગાળમાં TMCના લોકોએ બળાત્કાર, ગુંડાગીરી, મારપીટ હત્યાઓ કરી? – Trishul Fact Check માં થયો મોટો ખુલાસો

Published on: 10:48 am, Wed, 5 May 21
Trishul Fact Check

Trishul Fact Check: હાલમાં સોશિયલ મીડિયામાં બંગાળમાં TMC એ મેળવેલી જીત બાદ ભાજપ માટે નર્ક બની ગયું હોવાનો દાવો ભાજપનું આઈટી સેલ કરી રહ્યું છે. સતત હારેલા પક્ષના નેતાઓએ ચુંટણીમાં કારમી હારને છુપાવવા માટે સહાનુભુતિ મેળવવા ખુબ ફેક ન્યુઝ ફેલાવ્યા હોવાનું અમારી તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે કેટલાક વાઈરલ વિડિયોનું તથ્ય તપાસવું જરૂરી હતું. કારણ કે લોકોમાં વૈમનસ્ય ફેલાતું અટકાવીને દેશમાં શાંતિ ડહોળવા માંગતા અસામાજિક લોકોને ખુલ્લા પાડવા જરૂરી છે.

ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આ વિડીયો પોસ્ટ કર્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ TMC ના લોકો જીત મેળવ્યા બાદ તલવારો લઈને ઉજવણી કરી રહ્યા છે અને લોકોને ડરાવી રહ્યા છે.પ્રીતિ ગાંધી કે જે, ભાજપ મહિલા મોરચાની નેશન સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે તેણે આ વિડીયો પોસ્ટ કર્યો છે. (Priti Gandhi National Incharge of Social Media – BJP Mahila Morcha). સાથે સાથે દિલ્હી ભાજપના મહામંત્રી કુલજીત સિંહ ચાહલે પણ આવો જ વિડીયો પોસ્ટ કર્યો છે.

 

જ્યારે આ વિડીયોની ઉલટ તપાસ કરવામાં આવી ત્યારે આ વિડીયો એક લગ્નપ્રસંગનો છે તેવું બહાર આવ્યું. આ વિડીયો 27 સપ્ટેમ્બર 2020 નો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક બોલીવુડ ગીત ના ઈશારે તલવાર લઈને લોકો નાચી રહ્યા છે. આ વિડીયોમાં લોકેશન પણ ઉમેરાયું છે જે પુણે નું હોવાનું સામે આવ્યું છે.

આમ અમારી તપાસમાં ભાજપના નેતાઓએ ફેલાવેલા આ વિડીયોમાં બંગાળ તૃણમુલ કોંગ્રેસના થીમ સોંગ ખેલા હોબે ને એડિટ કરીને ઉમેરવામાં આવ્યું છે અને વિડીયોને ક્રોપ કરીને રજુ કરીને લોકોને ભ્રમ ફેલાય તેવી ઉશ્કેરણી કરવામાં આવી છે.

વધુ એક વિડીયો વાઈરલ કરાઈ રહ્યો છે જેમાં દાવો કરાયો છે કે, TMC ના ગુંડાઓ પોલીસ પર એટેક કરી રહ્યા છે. પરંતુ અ વિડીયોમાં વાયોલન્સ સ્પષ્ટ હોવાથી આ વિડીયો ફેસબુક દ્વારા સેન્સર કરાયો છે. ત્યારે આ દાવાની પણ ઉલટ તપાસ કરવી જરૂરી બની હતી. ગુજરાતમાં પણ ઘણા ભાજપ સમર્થકોએ આ વિડીયો ફેલાવ્યો હોવાનું સામે આવ્યું છે.

unnamed file » Trishul News Gujarati Breaking News bjp, Saswati, Saswati Jana, tmc, west bengal

av gediya spreading fake news » Trishul News Gujarati Breaking News bjp, Saswati, Saswati Jana, tmc, west bengal

એ વી ગેડીયા નામના યુઝરે આ વિડીયો શેર કરીને આરોપ મૂકતા લખ્યું છે કે, ભાજપ ક્યારેય હાર્યા બાદ આવું કરતું નથી કે તલવારો લઈને કોઈને મારવા પડે. ત્યારે આ વિડીયોની ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. ઓરિસ્સાના ભદ્રક જીલ્લાનો આ વિડીયો છે. ભદ્રક શહેરમાં કસ્ટડીમાં લેવાયેલા એક વ્યક્તિના મોત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકો દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો. ભદ્રક એ ઓરીસ્સા રાજ્યનો એક જિલ્લો છે. કલિંગા ટીવીએ પણ આ ઘટના અંગેનો એક વીડિયો રિપોર્ટ ચલાવ્યો હતો.

14 જાન્યુઆરી 2021 ના ​​રોજની ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક ગામના જૂના વિવાદના પ્રસંગમાં બાપી મહાલિક નામના શખ્સના સાળા અશોક મલિકની પૂછપરછ કરવા પોલીસ ગામમાં પહોંચી હતી. પોલીસને તેના ઘરે જોઈ બાપી ગભરાઇ ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે બાપીને અશોક માની લીધો અને તેનો પીછો કર્યો. પોલીસમાંથી બચવા માટે બાપી તળાવમાં કૂદી પડ્યો હતો, જેમાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોએ બાપીના મૃતદેહને રસ્તા પર રાખીને દેખાવો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલાથી અજાણ પીરહત પોલીસ ત્યાંથી કોઈ અન્ય આરોપીને પસાર કરી રહી હતી. ગ્રામજનોએ આ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો.

આ પણ વાંચો: RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં

આમ ઓડિશામાં આ ઘટનાના 2 જુદા જુદા દ્રષ્ટિકોણ છે. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે વાઇરલ વીડિયો પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પછીની હિંસા સાથે જોડાયેલ નથી. જેથી આ વિડીયો પણ ખોટો સાબિત થયો હતો.

અન્ય એક બનાવમાં એવી પોસ્ટ કરી રહી છે કે, સસ્વતી જાના નામની ૨૦ વર્ષીય યુવતીની TMC ના ગુંડાઓએ બળાત્કાર કરીને હત્યા કરી દીધી કારણકે તે ભાજપની સમર્થક હતી. ત્યારે આ વાતની પુષ્ટિ કરવી પણ જરૂરી હતી.

Saswati Jana » Trishul News Gujarati Breaking News bjp, Saswati, Saswati Jana, tmc, west bengal

ત્યારે આ મામલે ખુબ તપાસ કર્યા બાદ ફેસબુક પર એક વિડીયો મળ્યો જેમાં TMC ના કાર્યકરો આ યુવતીને ન્યાય મળે તે માટે રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. અને બળાત્કારીઓને તાત્કાલિક પકડીને સજા કરવાની વાત કરી રહ્યા છે. તેઓના હાથમાં Justice for Saswati Jana ની પણ વાત કરવામાં આવી છે. જયારે આઈટી સેલ દ્વારા આ મામલે માત્ર ફેસબુક પર રાજકીય દ્રેષ ઉભો કરવાનું કામ કરાઈ રહ્યું છે.

આ મામલે તપાસ કરતા માલુમ થયું કે, સાશ્વતી જાનાએ સામાન્ય ઘરની દીકરી હતી અને તેમના ત્યાં કામ કરવા આવેલા બહારના શ્રમિકોમાંથી ઓછામાં ઓછા ૬ લોકોએ તેની સાથે કુકર્મ કર્યું છે જેમાં એક મહિલા પણ શામેલ છે. પશ્રિમ મિદનાપુરના પિંગલા ની રહેવાસી શાશ્વતી જાના એ દેવરા કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થીની હોવાનું સામે આવ્યું છે.