ગુજરાતના વન અભ્યારણ્યોમાં શું ગેરરીતી થઇ? CAG ના રીપોર્ટમાં ઝરવાણી અને મહાલ ઇકો કેમ્પનું નામ ઉછળ્યું

ગુજરાતના વન્યજીવ અભ્યારણોના સરક્ષણ રક્ષણ અને વ્યવસ્થાપનના કામગીરી નો ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કેગ (CAG report on Wildlife Sanctuaries in Gujarat) નો ઓડિટ રિપોર્ટ થયો છે જેમાં ગુજરાત વન વિભાગ (Gujarat Forest Department) દ્વારા કેટલી બેદરકારીઓ રાખવામાં આવી છે તેનો ઘટસ્પોટ થયો છે. વિશેષજ્ઞો માને છે કે વિભાગમાં ઇકો ટુરીઝમ (Eco Toursim) ના નામે કરવામાં આવેલા કહેવાતા વિકાસ કામો મળતિયાઓને ફાયદો કરાવવાનો ઇરાદો હોઈ શકે. રીપોર્ટમાં શું ખુલ્યું છે તે જાણો..

ગુજરાતના વન્યજીવ અભયારણોના રક્ષણ અને વ્યવસ્થાપનના કામગીરી ઓડિટ રિપોર્ટમાં ઓડિટેક અવલોકન કર્યું હતું કે ગુજરાતના જાંબુઘોડા, રતનમહાલ, શૂલપાણેશ્વર, (મહાલ) પૂર્ણા અને જેસોર અભ્યારણમાં 10 ઇકો ટુરિઝમ સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ઓડિટેર ચાર નમૂના ચકાસણી કરાયેલ અભ્યારણોમાં આવેલા કુલ છ એ ઇકો ટુરિઝમ સ્થળોની સંયુક્ત સ્થળ મુલાકાત જુલાઈ અને સપ્ટેમ્બર 2021 વચ્ચે હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ તમામ છ સ્થળોએ કાયમી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા હતા. જે અંગે આ ઇકો ટુરિઝમ સ્થળ ઉપર કાયમી માળખાના બાંધકામ માટે કેન્દ્ર સરકાર કે એન બી ડબલ્યુ એલ ની પૂર્વ મંજૂરી જરૂરી હતી.

ઓડિટર દ્વારા ઓક્ટોબર 2021 માં પૂછવામાં આવ્યું હતું કે સંબંધિત પ્રભાગોએ કેન્દ્ર સરકાર કે એન બી એલ પાસેથી મેળવેલ મંજૂરી નવેમ્બર 2022 સુધીમાં રજૂ કરજો પરંતુ રજુ કરી નહોતી. એમ ઓડિટર આ તમામ ઇકો ટુરિઝમ સ્થળ ઉપર બાંધકામ હાથ ધરતા પહેલા એફસીએ કે ડબલ્યુ પી એ હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી હતી કે નહીં તે નિશ્ચિત કરી શક્યા નથી. સરળ ભાષામાં કહીએ તો ઓડિટના ધ્યાને આવી કોઈ બાંધકામ મંજૂરી આવી નહોતી.

સીએજી દ્વારા જુલાઈ અને સપ્ટેમ્બર 2021 વચ્ચે સંયુક્ત સ્થળ મુલાકાત દરમિયાન મહાલ ઇકો કેમ્પ સ્થળ એટલે કે પૂર્ણા અને ધનપરી ઇકો ટુરિઝમ સ્થળ જાંબુઘોડાના ફોટા પણ રજૂ કર્યા છે. જેમાં કહેવાયું છે કે આ સ્થળોએ કાયમી બાંધકામ જોવા મળ્યા છે જે અંગે CAG ને કોઈ પરમિશન રજૂ કરાઈ નથી. CAG report દ્વારા નોંધાયું છે કે આ અભ્યારણોમાં વાર્ષિક ધોરણે મુલાકાત લીધેલ પ્રવાસીઓની સરેરાશ સંખ્યા જેસોરમાં 2053, બાલારામ અંબાજીમાં શૂન્ય, જાંબુઘોડામાં 29460, રતનમહાલમાં 16063, શૂલપાણેશ્વર માં 33018, પૂર્ણા માં 31134 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

અભ્યારણમાં કચરાનું વ્યવસ્થાપન પણ યોગ્ય રીતે ન કરાયું હોવાનું કે કેગ ના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કેગ દ્વારા અલગ અલગ છ અભ્યારણના પ્રવાસી સ્થળોનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં શૂલપાણેશ્વરના ઝરવાણી એડવેન્ચર પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓને લઈ જવા માટે નીયુક્ત બસ મથક પર કોઈ કચરાપેટી રાખવામાં આવી ન હતી અને આ વિસ્તારો માથરમોકોલ પ્લેટોનો કચરો જોવા મળ્યો હતો.

રતનમહાલ માં આવેલા નગાડા કેમ્પ સ્થળ પર પ્લાસ્ટિક ફૂડ પેકેટ ઠંડા પીણા ના કેન અને પ્લાસ્ટિકની બોટલો સહિતનો કચરો વેર વિકેટ જોવા મળ્યો હતો. પૂર્ણ એટલે કે મહાલીકો ટુરીઝમ સ્થળ પર કચરાના અસ્થાયી સંગ્રહ માટે ખોદવામાં આવેલો ખાડો અભ્યારણ ની અંદર પ્રતિબંધિત નક્કર પ્લાસ્ટિકના કચરા થી ભરાઈ ગયો હતો આમ અભ્યારણમાં યોગ્ય કચરા વ્યવસ્થાપનની નીતિની જરૂર હતી પરંતુ વિભાગ દ્વારા વ્યવસ્થાપન બાબતે બેદરકારી રાખી હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *