સુરતના યુવકોને નથી રહ્યો ખાખીનો ડર, જાહેરમાં તલવારથી કેક કાપીને કરી જન્મદિવસની ઉજવણી- જુઓ વાયરલ વિડીયો

Published on Trishul News at 1:10 PM, Sat, 16 September 2023

Last modified on September 16th, 2023 at 1:11 PM

Youth Cake cutting with a sword in public: અવાર નવાર જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. આજકાલના યુવકોને જાણે ખાખીનો ડર જ ન રહ્યો તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરીને નિયમોના ખુલ્લેઆમ લીલેલીરા ઉડતા જોવા મળે છે. ત્યારે આવો જ એક જન્મદિવસની ઉજવણીનો વિડીયો(Youth Cake cutting with a sword in public) સુરતમાંથી સામે આવ્યો છે.

સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવી હોવાનો વધુ એક વીડિયો હાલ વાયરલ થયો છે. બાપુ આહીર નામનો શખ્સ હાથમાં ચપ્પુ અને બંદૂક જેવું હથિયાર લઈને ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યો છે. વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા મ્માંલી રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વાયરલ થઇ રહેલા વિડીયોને જોતા તો એવું લાગી રહ્યું છે તેને પોલીસનો કોઈ ડર કે ખૌફ જ ન રહ્યો હોય. વાયરલ થઇ રહેલા વિડીયોને આધારે શું પોલીસ આ યુવક પર કાર્યવાહી કરશે તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પ્રશાસનની કામગીરી પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું પોલીસ આ અસામાજિક તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરશે ખરી? કે પછી મુક પ્રેક્ષક બનીને આ પ્રકારની ઉજવણીને જોતી જ રહેશે. આ પ્રકારના જાહેરમાં જ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા વિડીયો સામે આવતા રહેતા હોય છે અને પોલીસ આવા તત્વોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે.

Be the first to comment on "સુરતના યુવકોને નથી રહ્યો ખાખીનો ડર, જાહેરમાં તલવારથી કેક કાપીને કરી જન્મદિવસની ઉજવણી- જુઓ વાયરલ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*