તમને આ ઇનામ લાગ્યું છે, નોકરી લાગી છે કહીને પૈસા પડાવતી ટોળકીનું સુરતમાં કોલ સેન્ટર પકડાયું

દિવસે દિવસે સાયબર ક્રાઈમના ગુના વધતા જઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે આજે સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી પોલીસે મસમોટુ કોલસેન્ટર ઝડપી પાડયું હતું. સુરત પીસીબી દ્વારા કોલસેન્ટર ઝડપી પાડયું હતું.

આ કોલસેન્ટરમાંથી ૨૫થી વધુ વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને નેહા મહેતા દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. જોવા જઈએ તો ઘણી વખત આવા કોલ સેન્ટરો ઝડપાતા હોય છે. જેમાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. લોકોના ફોન નંબર મેળવી તેઓને લોભામણી સ્કીમ, નોકરી ની લાલચ આપીને આવા કોલસેન્ટર દ્વારા પૈસા પડાવાતા હોય છે.

પોલીસે આરોપીઓની તેઓની ઓફિસમાંથી મોટી સંખ્યામાં મોબાઇલ, લેપટોપ અને કોમ્પ્યુટર જેવો સામાન જપ્ત કર્યો છે. આ સામાનની કિંમત લાખોની કિંમતનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે. તપાસમાં ઘણા રહસ્યો બહાર આવે તેવી શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *