મફત રાશન દેવામાં આનાકાની કરી તો હવે થશે કડક કાર્યવાહી, આ નંબર પર ફોન કરી નોંધાવો ફરિયાદ

પીએમ મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટે બુધવારે ગરીબ કલ્યાણ યોજના ના વિસતાર ને મંજૂરી આપી દીધી છે. આ વાતની જાણકારી હું નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પાછલા કેટલાક દિવસોમાં જ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઐતિહાસિક કરોડથી પણ વધારે લોકોને નવેમ્બર 2020 સુધી મફત માં અનાજ આપવાની જાહેરાત કરી હતી.

સાથે જ આ યોજનાનો લાભ જેમની પાસે રેશનકાર્ડ નથી તેમને નથી મળવાનો. જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા લોકોને આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. આ યોજના અંતર્ગત ગુલાબી પીળા અને આખી રેશનકાર્ડ ધારકોને પાંચ કિલો પ્રતિ સભ્યએ ઘઉં કે ચોખા અને એક કિલો દાળ પ્રતિ પરિવારે મફતમાં આપવામાં આવશે.

મફત રાસન ન દેવા પર થશે કડક કાર્યવાહી

એવામાં જો કોઈ કાળ ધારકને મફત અનાજ લેવા મુશ્કેલીઓ આવી રહી હોય તો તે ફરિયાદી સંબંધિત જિલ્લા ખાદ્ય એવમ કુર્તી નિયંત્રક કાર્યાલયમાં અથવા રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર ફરિયાદ કરી શકે છે. તેના માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800 180 2087, 1800 212 5512 અને ૧૯૬૭ જાહેર કર્યા છે. ઉપભોક્તા પોતાની ફરિયાદ આ નંબર ઉપર નોંધાવી શકે છે.ઘણી રાજ્ય સરકારે અલગથી પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા.

પીએમ મોદીએ દેશને નામ સંબોધનમાં કરી હતી જાહેરાત

જણાવી દઈએ કે ગઈ ૩૦ જૂને જ પીએમ મોદીએ દેશને નામ સંબોધનમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા દેશના ગરીબોને નવેમ્બર મહિના સુધી મફત માં અનાજ આપવાની જાહેરાત કરી હતી.જ્યારથી કોરોના ચાલી રહ્યો છે ત્યારથી જ મોદી સરકારે ૮૧ કરોડ ગરીબોમાં મફતમાં અનાજ વહેંચી રહી છે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વહેંચવામાં આવી રહ્યું છે. તેની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી. પરંતુ દેશને સંબોધન કરતા તેને વધારી પીએમ મોદીએ નવેમ્બર 2020 સુધી કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *