સુરતની ઘટના: અકસ્માતમાં પુત્રના મોતના બાદ પુત્ર વિયોગમાં માતાનું પણ મોત

શહેરમાં એક હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. ત્યારબાદ ભલ ભલા પણ એકવાર વિચારવા માટે મજબૂર કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં પુત્રના મોતના સમાચાર મળતાની સાથે માતાએ પુત્રના આઘાતમાં જીવ ગુમાવ્યો હતો. આમ પુત્રના વિયોગમાં મુત્યુ થતા માતા અને દીકરાની એક સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જોકે પુત્રના અકસ્માત સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કરી દીધો છે.

મળતી વિગતો પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં ગઈ તારીખ 6 જુલાઈના રોજ રાત્રે રાજેશ મહારાજવાળા બારડોલી ખાતે મકાનનું કામ ચાલતું હતું તે પૂરું કરીને સુરત માં આવેલા પોતાના ઘરે જતા હતા. ત્યારે પુણા રોડ પર પાછળથી આવતી એક ગાડીએ તેમને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલક ત્યાંથી ફરાર થયો હતો જોકે, અકસ્માતના પગલે તેમને ગંભીર ઈજાઓ થઇ હતી.

જોકે સ્થાનિક લોકોએ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણકરી આપતા પુણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવીને આ યુવાન પહેલા ઓળખ કરીને ત્યાર બાદ તેના અકસ્માતને મોત થયાની જણકારી તેમના પરિવારને આપી હતી.

જોકે પોતાનો પુત્ર અકસ્માતમાં મોતને ભેટ્યો હોાવની જાણકારી મળતાની સાથે રાજેશભાઈના માતા ચન્દ્રકાન્તાબેન પુત્રના મોતમાં સમાચાર સાથે પોતાનો જીવ મૂકી  દીધો હતો. આમ પુત્રના મોત બાદ માતાનું પણ અવસાન થયું હતું.

જોકે પુત્ર અને માતા મોત બાદ પરિવાર શોકની લાગણી જોવા મળી હતી. માતા અને પુત્રની એક સાથે અંતિમક્રિયા થઇ હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઇ જતા પોલીસે આ ઘટનામાં સીસીટીવી મેળવીને અકસ્માતમાં દેખાતી ગાડી નંબરના આધારે ગાડી ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *