બુધવારની સવારે વિદ્યાર્થીઓએ રૂપાણી સરકાર હાય હાયના નારા સાથે આખું ગાંધીનગર ગુંજી ઉઠ્યું હતું. બુધવારની સવાર થી વિદ્યાર્થીઓ બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સામે વિરોધ કરી રહ્યા છે. દરેક જવા માંથી આવેલા હજારો વિદ્યાર્થિઓ બુધવાર નો આખો દિવસ ધારણા ઉપર બેસયા બાદ પણ થાક્યા ન હતા અને આખી રાત ધાબળા વિના જ રોડ ઉપર સૂઈ રહ્યા હતા.
ગુજરાતમાં ન્યાય માંગવો હવે ગુનો બની ગયો હોય એવું લાગી રહ્યું છે.વિદ્યાર્થીઓના આક્રોશ સામે ગાંધીનગર પોલીસનું દમન સામે આવ્યુ છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે તપાસ થઈ રહ્યાના દાવાઓ થઈ રહ્યા છે. જોકે આજે ન્યાય માટે ગાંધીનગર આવેલા ઉમેદવારો ઉપર પોલીસે આકરુ દમન આચર્યુ છે. શહેરના પથિકાશ્રમ ખાતે આજે એકત્ર થયેલા ઉમેદવારોએ ભાગદોડ મચાવી છે. જે રીતે આતંકવાદી અને ગુંડાઓને પકડી પાડવા માટે પોલીસ દોડતી હોય તે રીતે પોલીસે વિદ્યાર્થીઓને દોડાવ્યા હતા અને અટકાયત કરી છે. જોકે અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.અને પોલીસની દમનગીરી નીતિ સામે રહીશોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપો સામે હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આખી રાત વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં કર્મયોગી ભવન પાસે જ વિતાવવી પડી. ઠંડીના જોર વચ્ચે પણ વિદ્યાર્થીઓએ આખી રાત રસ્તા ઉપર જ બેસી રહયા. જેમાં અનેક વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતી.બુધવારની વ્હેલી સવારથી જ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ કરી રહ્યાં છે. આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓ કહી રહયા છે કે, જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.
રોડ ઉપર ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા વિદ્યાર્થીઓ
ગામડાઓમાંથી આવેલા હજારો ઉમેદવારો રાત્રે પણ પોતાની માંગ સાથે અડગ રહ્યાં હતા, અને ઠંડી અને પવન વચ્ચે રોડ પર ભૂખ્યા-તરસ્યાં રાત વિતાવવા મજબૂર બન્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ ઠંડીથી બચવા ધાબળા મંગાવ્યા હતા. જો કે, આ ધાબળા પણ ખુટી પડ્યા હતા. ત્યારે કેટલાંક આંદોલનકારી વિદ્યાર્થીઓએ યુવતીઓને ધાબળા આપ્યા હતા. આમ છતાં આંદોલનકારીઓ હિંમત હાર્યા વિના લડત લડી રહ્યા છે.
વિદ્યાર્થીઓ હિમાલયની માફક અડગ છે
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના ન્યાય આંદોલનનો આજે બીજો દિવસ છે. રાતભર 18 ડિગ્રી તાપમાન વચ્ચે હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ કડકડતી ઠંડીમાં રસ્તા પર રાત વિતાવી હતી. આજે પણ ન્યાય માટેના આંદોલનનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે સવારથી ગાંધીનગરમાં રાજ્યભરમાંથી એકત્રિત થયેલા વિદ્યાર્થીઓ સાથે પોલીસે દમનગીરી કરી હતી. તે ઉપરાંત અટકાયત પણ કરી હતી અને કંટાળીને છેવટે છોડી દીધા હતા. જોકે, વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ રહ્યા. આજે પણ શિસ્તની સાથે જ તેઓ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ધરણા ઉપર બેઠા છે.
આંદોલન હજી વધુ ઉગ્ર બની શકે છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં કેટલાંક કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવન નજીક વિદ્યાર્થીઓ આંદોલન પર બેઠા છે. પરીક્ષા રદ કરવાની માગ સાથે હજારો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. વ્હેલી સવારથી જ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી પરીક્ષા સામે વિરોધ કરી રહ્યાં છે. આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યાં છે કે, જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની ના પાડી છે. ત્યારે આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. અને આંદોલનના પડઘા અન્ય જિલ્લાઓમાં પડે એવી શક્યતા છે. આખી રાત વિદ્યાર્થીઓ આંદોલન સ્થળે જ રહ્યા હતા.
બુધવારની સવારની ગુલાબી ઠંડી સાથે પાટનગર ગાંધીનગરને પોતાના બુલંદ અવાજથી ગજવી નાખનાર વિદ્યાર્થીઓએ દિવસભર પ્રચંડ આક્રોશ સાથે વિરોધ કર્યો. ત્યાં સુધી કે વિદ્યાર્થીઓની અટકાયત કરાઇ પોલીસે બળ પ્રયોગ પણ કર્યો પરંતુ આમ છતા વિદ્યાર્થીઓએ તેમની એકતા દર્શાવીને એક જ બુલંદ અવાજે ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ નહીં કરાય ત્યાં સુધી તેઓ ગાંધીનગર નહીં છોડે. તેવી મક્કમતાથી રાતભર ધરણા ચાલુ રાખ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.